- ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા
- સદીઓથી ચાલી આવતી પરંપરા હોવાનો દાવો
મહેસાણાઃ કડી તાલુકાના ખાવડ ગામમાં શક્તિ માતાજી અને કાળકા માતાજીના માંડવી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.વૈશાખી સુદ ચૌદસ અને પૂનમના દિવસે યોજાતા બે દિવસીય મહોત્સવમાં વિઠલાપુરના નાયક ભાઈઓએ શક્તિ માતાજી અને કાળકા માતાજીનો વેશ ધારણ કરી માથે સઘળી ઉપાડી હતી. શક્તિ માતાજીના ભુવાજી વિષ્ણુ પટેલે પરંપરા મુજબ તલવારથી જીભનો વાઢ કર્યો હોવાનો દાવો છે.માતાજીના ભુવા દ્વારા જીભનો વાઢ કરવો એ ધાર્મિક પ્રક્રિયાનો એક ભાગ હોવાનું અહીંના લોકોનું કહેવું છે, જો કે અમે આ વાતને કોઇ સમર્થન આપતા નથી.
ઉલ્લેખનીય છે કે આ મહોત્સવની પરંપરા ઈ.સ.1305થી ચાલી આવે છે. એક જ મંદિરમાં બંને માતાજીની સ્થાપના કરવામાં આવી છે. બે દિવસીય મહોત્સવના બીજા દિવસે માતાજીના મંદિરથી 125 કાસાની થાળી અને કલાત્મક બળદનો રથ નીકળે છે. આ રથમાં નાયક ભાઈઓ માતાજીના વેશમાં બિરાજમાન થાય છે. રથયાત્રા ઘુઘરા ગામના ઘુઘલેશ્વર મહાદેવ સુધી જાય છે. મહોત્સવમાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યાં હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++