ભરુચઃ એસીબીએ કાર્યવાહી કરીને ત્રણ લોકોની અટકાયત કરી છે, ઉમેશકુમાર નટવરભાઈ પટેલ, તલાટી કમ મંત્રી, શુક્લતિર્થ ગ્રામ પંચાયત તા.જી.ભરૂચ, રવિરાજસિંહ ઉર્ફે કેનીલ રાજેંદ્રસિંહ પરમાર, વી.સી.ઈ, ગ્રામ પંચાયત કચેરી, શુક્લતિર્થ ગામ, ચિરાગ મયુકાંતભાઈ ત્રિવેદી (ખાનગી વ્યક્તિ) ને રૂપિયા 8 હજારની લાંચના કેસમાં ઝડપી લેવામાં આવ્યાં છે.
ટ્રેપનું સ્થળ: શુક્લતિર્થ ગ્રામ પંચાયત કચેરીની બહાર
ફરીયાદી વારસાઈની કામગીરી માટે શુક્લતિર્થ ગ્રામ પંચાયતમાં તલાટીને મળ્યાં હતા. વારસાઈ બાબતેના જરૂરી કાગળો આપ્યાં હતા અને દોઢ વર્ષથી તલાટી કમ મંત્રી ધક્કા ખવડાવતા હતા. જેમાં આરોપી તલાટીએ કેનિલને મળીને વહીવટ કરવા કહ્યું હતુ, તેને લાંચના નાણાં ખાનગી વ્યક્તિને આપવા કહ્યું હતુ.
ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં 8 હજાર રૂપિયાની લાંચ લેતા ચિરાગ ઝડપાઇ ગયો હતો, એસીબીની ત્રણેય આરોપીઓ અટકાયત કરી છે.
ટ્રેપીંગ અધિકારીઃ એમ.જે.શિંદે, પોલીસ ઇન્સ્પેક્ટર.
ભરૂચ એ.સી.બી. પો.સ્ટે. ભરૂચ. તથા સ્ટાફ
સુપરવિઝન અધિકારીઃ પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક,
એ.સી.બી. વડોદરા એકમ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++