ભરુચઃ દહેજની જીએફએલ કંપનીમાં ગેસ લિકેજને કારણે 4 મજૂરોનાં મોત થયા સનસની ફેલાઇ ગઇ છે, કંપનીમાં કામ ચાલી રહ્યું હતુ ત્યારે અચાનક જ આ દુર્ઘટના થઇ હતી. આસપાસના લોકોને દૂર જતા રહેવા માટે સૂચના આપવામાં આવી છે, આ અકસ્માતને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે.
કંપનીમાં એક વાલ્વ લિકેજ બાદ ગેસ ગળતર થયું હતુ અને આ દુર્ઘટના સર્જાઇ હતી, હાલમાં પોલીસ કાફલો અને ફાયર ફાઇટર ઘટના સ્થળે છે, પોલીસે મૃતદેહોનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે અને આ કેસની વધુ તપાસ થઇ રહી છે.
Trending :
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++