સુરતઃ સોમવારે સુરત શહેરમાં બનેલી એક સનસનાટીભરી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝા ખાતે આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની શાખામાં લૂંટારુએ બે મહિલા કર્મચારીઓ અને એક ગ્રાહકને બંદૂકની અણીએ બંધક બનાવીને 3 લાખ 75 હજાર રૂપિયા લૂંટી લીધા હતા. આ ઘટના બપોરે લગભગ 12:30 વાગ્યે બની હતી, જ્યારે બેંકમાં કર્મચારીઓ રાબેતા મુજબ કામ કરી રહ્યાં હતા.
સીસીટીવી ફૂટેજમાં એક યુવક માથા પર સફેદ ટોપી અને પીઠ પર બેગ લઈને બેંકમાં આવેલો દેખાય છે. થોડી વાર પછી તેણે બંદૂકની અણીએ કેશિયરને બહાર બોલાવ્યો અને ગ્રાહક સહિત અન્ય ત્રણ લોકોને અંદર એક જગ્યાએ ઉભા રાખ્યા હતા. આ પછી તેણે મહિલા કર્મચારીને કેશ કાઉન્ટરમાંથી પૈસા કાઢીને તેની બેગમાં રાખવાની સૂચના આપી. લૂંટારું લગભગ 15 મિનિટ સુધી બેંકમાં હાજર હતો અને બધાને ધમકાવતો હતો.
ઘટના બાદ તરત જ બેંક મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી, ત્યાર બાદ સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. આરોપીને ઓળખવા અને ધરપકડ કરવા માટે પાંચ ટીમો બનાવવામાં આવી છે જે સીસીટીવી ફૂટેજ અને આસપાસના વિસ્તારોને સ્કેન કરી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++