+

રાહુલ ગાંધી મોર્ડન યુગના મીર ઝાફર, આસિમ મુનીર સાથે અડધો ફોટો શેર કરી અમિત માલવિયાએ સાધ્યું નિશાન- Gujarat Post

(મીર ઝાફર અંગ્રેજોને મદદ કરનારો દેશનો એક ગદ્દાર હતો) રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂરનો હિસાબ માંગતા ભાજપ લાલઘૂમ નવી દિલ્હીઃ ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન

(મીર ઝાફર અંગ્રેજોને મદદ કરનારો દેશનો એક ગદ્દાર હતો)

રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂરનો હિસાબ માંગતા ભાજપ લાલઘૂમ

નવી દિલ્હીઃ ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. અમિત માલવિયાએ કહ્યું કે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યાં છે. તેમણે મંગળવારે કહ્યું હતું કે કેટલાક લોકો રાહુલ ગાંધીનાં નિવેદનોથી આશ્ચર્યચકિત નથી. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. તેઓ આવું કેમ કહી રહ્યા છે ? કારણ કે રાહુલ ગાંધીએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ વડાપ્રધાનને અભિનંદન આપ્યાં ન હતા. આ ઓપરેશન દ્વારા ભારતની તાકાત સ્પષ્ટપણે દેખાઈ છે.

અમિત માલવિયાએ એક ફોટો સાથે ટ્વીટ કરીને આ વાત કહી. આ ફોટો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને રાહુલ ગાંધીના અડધા-અડધા ફોટા જોડીને બનાવવામાં આવ્યો છે. અમિત માલવિયાએ સોમવારે રાહુલ ગાંધીના એ ટ્વિટ બાદ આ સવાસ ઉઠાવ્યો છે, જેમાં તેમણે 'ઓપરેશન સિંદૂર'ના સંદર્ભમાં વિદેશમંત્રી એસ. જયશંકર પર પ્રહાર કર્યો હતો. એસ.જયશંકર દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણી અંગે તેમણે કહ્યું હતું કે એ 'ગુનો' છે અને 'પાપ'ની શ્રેણીમાં આવે છે, જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રીએ જવાબ આપવો જોઈએ. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશને સત્ય જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. ભારતે હુમલા પહેલા પાકિસ્તાનને જાણ કરી હતી તે મામલે વિવાદ થયો છે.

અમિત માલવિયાએ પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું કે રાહુલ ગાંધી વારંવાર પૂછી રહ્યાં છે કે આપણા કેટલાં જેટ વિમાનો ક્રેશ થયાં. આ સવાલનો જવાબ DGMOના બ્રીફિંગમાં પહેલાંથી જ આપવામાં આવ્યો છે, પરંતુ તેમણે પૂછ્યું નહીં કે કેટલાં પાકિસ્તાની જેટ તોડી પાડવામાં આવ્યાં. તેમણે એ પણ પૂછ્યું નહીં કે ભારતીય સેનાએ પાકિસ્તાનના એરબેઝ પર હુમલો કરીને કેટલાં વિમાનોનો નાશ કર્યો. અમિત માલવિયાએ કટાક્ષમાં પૂછ્યું, "રાહુલ ગાંધીનું આગળનું પગલું શું હશે ? શું તેમને પાકિસ્તાનનું નિશાન-એ-પાકિસ્તાન સન્માન મળશે ?

 

facebook twitter