બનાસકાંઠાઃ એસીબીએ વધુ એક કેન્દ્ર સરકારના અધિકારીને લાંચ લેતા ઝડપી લીધા છે. હનુમાનપ્રસાદ રામકિશન બૈરવા, સીજીએસટી ઇન્સ્પેક્ટર, વર્ગ-2, સેન્ટ્રલ જીએસટી ઓફિસ, પાલનપુર, જી. બનાસકાંઠાને રૂપિયા 2000 ની લાંચ લેતા ઝડપી લીધા છે.
ટ્રેપનુ સ્થળ: સેન્ટ્રલ જીએસટી ઓફિસની બાજુમાં, શ્રદ્ધા રેસીડેન્સી આગળના જાહેર રોડ ઉપર, ઢુંઢીયાવાડી, તા.પાલનપુર, જી.બનાસકાંઠા
ફરીયાદીના પિતાએ ઇ-કોમર્સ ઘંધો શરૂ કરવા જીએસટી નંબરની જરૂર પડતા ઓનલાઇન અરજી કરેલી,જે અરજદારની અરજી અન્વયે આરોપીએ ફરીયાદીને ફોન કરીને જીએસટી નંબર બાબતે સ્થળ વિઝિટ કરીને વેરિફિકેશન કરવા અમે આવીએ છીએ તેમ કહીને વિઝિટ કરી હતી. બાદમાં પોઝિટિવ રિપોર્ટ આપવા આરોપી અધિકારીએ 2 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા, જેથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી, જેમાં એસીબીએ લાંચ લેતા આરોપીને ઝડપી લીધો હતો, જો તમારી પાસે પણ કોઇ લાંચ માંગે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો.
ટ્રેપિંગ અધિકારી: એન. એ. ચૌધરી,
પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર.
સુપરવિઝન અધિકારી: કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ

સેન્ટ્રલ જી.એસ.ટી. ઓફિસ, પાલનપુર, જિ.બનાસકાંઠા ખાતે ફરજ બજાવતા સી.જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-૨, હનુમાનપ્રસાદ રામકિશન બૈરવા રૂા.૨,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) May 20, 2025
Dial 1064@sanghaviharsh @PIYUSH_270871 @InfoGujarat
.
.#ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram