(Photo: AI Generated)
વરુના હુમલામાં અત્યાર સુધીમાં 8 લોકોએ જીવ ગુમાવ્યાં છે
અત્યાર સુધીમાં 4 માનવભક્ષી વરૂ પકડાયા છે પરંતુ 2 વરુ હજુ વનવિભાગની પહોંચની બહાર
UP Wolf Terror: હાલના દિવસોમાં ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના 35 ગામડાઓ માનવભક્ષી વરુઓથી આતંકિત છે. દરરોજ કોઈને કોઈ વ્યક્તિ પર હુમલાના અહેવાલો આવે છે. આ વરુઓ ગ્રામજનોને પોતાનો શિકાર બનાવી રહ્યાં છે. માનવભક્ષી વરુએ 48 દિવસમાં 8 બાળકો અને એક મહિલા સહિત 9 લોકોને મારીને ખાઈ લીધા છે. તેના હુમલામાં 45 લોકો ઘાયલ થયા છે.
સોમવારે રાત્રે પણ એક માનવભક્ષી વરુએ ફરી એક બાળક પર હુમલો કર્યો હતો. સારી વાત એ છે કે બાળકને કોઈ ઈજા થઈ ન હતી. આ ઘટના બહરાઈચના મહસી વિસ્તારના ગિરધર પૂર્વા ગામમાં બની હતી. મધ્યરાત્રિએ એક માનવભક્ષી વરુએ બે બાળકો પર હુમલો કર્યો. આ ઘટનામાં એક બાળકીને ઈજા પહોંચી છે જ્યારે બીજી બાળકીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે.
એક 5 વર્ષની બાળકી તેની દાદી સાથે ઘરમાં ખાટલા પર સૂતી હતી. રાત્રે લગભગ 12 વાગ્યાના અરસામાં વરુએ તેના પર હુમલો કરતાની સાથે જ તે ચીસો પાડવા લાગી હતી. બાળકીની ચીસો સાંભળીને વરુ ત્યાંથી ભાગી ગયો અને પછી તે જ ગામના બીજા ઘરમાં બાળક પર હુમલો કર્યો. તે બાળક પણ મોતથી બચી ગયો હતો. આ ઘટના પંધુઈયા ગામમાં બની હતી. છેલ્લી બે રાતથી માનવભક્ષી વરુ સતત લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/