બનાસકાંઠામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાનીને બીએસએફના જવાનોએ કર્યો ઠાર - Gujarat Post

08:07 PM May 24, 2025 | gujaratpost

(File Photo)

ડીસાઃ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગ સ્થિતી છે, દરમિયાન બનાસકાંઠામાં બીએસએફએ ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાનીને ઠાર કર્યો હતો. 23મીના રોજ રાત્રે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘુસણખોરને સતર્ક બીએસએફના જવાનોએ ઠાર કર્યો હતો.

બીએસએફ જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો હતો. જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી, છતાં તે આગળ વધી રહ્યો હતો. જેથી પરિસ્થિતિ જોઈને બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યો હતો. જેમાં ઘૂસણખોર ઘટના સ્થળે જ માર્યો ગયો હતો. આ અંગે બીએસએફે પ્રેસ નોટ જાહેર કરીને માહિતી આપી હતી.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++