+

અમરેલીમાં ભાજપને ફટકો, ખેડૂત પેકેજથી નારાજ ચેતન માલાણીએ રાજીનામું આપ્યું

માલાણીએ પેકેજને ખેડૂતોની મજાક સમાન ગણાવ્યું પૂર્વ સાંસદ કાછડીયાના ખાસ છે માલાણી અમરેલીઃ રાજ્યમાં દિવાળી પર પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે 10,000 કરોડનું

માલાણીએ પેકેજને ખેડૂતોની મજાક સમાન ગણાવ્યું

પૂર્વ સાંસદ કાછડીયાના ખાસ છે માલાણી

અમરેલીઃ રાજ્યમાં દિવાળી પર પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જે ઘણું ઓછું છે, જેને લઇને ખેડૂતો નારાજ છે, બીજી તરફ અમરેલી ભાજપના નેતાએ રાજીનામું આપી દીધું છે.

સાવરકુંડલા ભાજપ નેતા અને પૂર્વ મહામંત્રી તેમજ APMCના ડાયરેક્ટર ચેતન માલાણીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ચેતન માલાણીએ કહ્યું છે કે, ખેડૂતો માટે સરકારે જાહેર કરેલું 10 હજાર કરોડ રૂપિયાનું પેકેજ માત્ર મજાક સમાન છે, તે ખેડૂતોના વાસ્તવિક પ્રશ્નોનું સમાધાન નથી લાવી શકતું.

ચેતન માલાણીએ જણાવ્યું કે, સરકાર ખેડૂતોના દુઃખને સમજી શકી નથી. આ 10 હજાર કરોડનું પેકેજ દેખાવ પૂરતું છે. એક વિઘા જમીનમાં ખેડૂતોનો સરેરાશ ખર્ચ 15 હજાર રૂપિયા છે, તો પછી આ પેકેજ કેવી રીતે પૂરતું ગણાય ? કારણ કે બે હેકટરની મર્યાદામાં હેક્ટરે 22 હજાર રૂપિયાની સહાય જ જાહેર કરાઇ છે. આ માત્ર કાગળ પરના આંકડાઓની રમત છે. પાર્ટી છોડ્યાં બાદ પણ ચેતન માલાણીએ સ્પષ્ટ કર્યું કે તેમની લડત હવે પણ ખેડૂતોના હિત માટે જ રહેશે. 

તેમને કહ્યું કે મારું ધ્યેય કોઈ રાજકીય પદ નથી, પરંતુ ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવીશ.  સરકારને ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ સમજવી પડશે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચેતન માલાણી પર હુમલો થયો હતો. 

facebook twitter