+

પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ

ભાજપ વિરૂધ્ધ મતદાન ન થાય તેનું ધ્યાન રાખો ગામડાઓમાં ક્ષત્રિય સમાજના લોકો સાથે બેઠક કરો ગાંધીનગરઃ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીનો મામલો થાળ

ભાજપ વિરૂધ્ધ મતદાન ન થાય તેનું ધ્યાન રાખો

ગામડાઓમાં ક્ષત્રિય સમાજના લોકો સાથે બેઠક કરો

ગાંધીનગરઃ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીનો મામલો થાળે પડવાનું નામ નથી લઈ રહ્યો. સૂત્રોનાં જણાવ્યાં મુજબ, ક્ષત્રિયોની નારાજગીને કારણે પીએમ મોદીનો ગુજરાત ચૂંટણી પ્રવાસ કાર્યક્રમ નિર્ધારીત સમય કરતાં પાછો ઠેલાયો છે અને રાજકોટની રેલી પણ રદ કરવી પડી છે. દરમિયાન ભાજપે હવે રાજપૂતોની સામે 'ભાજપના નેતાઓને જ મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે. ભાજપ હાઈકમાન્ડે ભાજપના ક્ષત્રિય ધારાસભ્યો, નેતાઓ પર પર દબાણ કરીને આદેશ આપ્યો છે કે પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી. હવે પક્ષનું કર્જ ચૂકવવાનો સમય આવી ગયો છે.

હવે ચૂંટણીમાં મતદાનના માધ્યમથી ક્ષત્રિયો ભાજપને ઓછું નુકસાન કરે તેવા પ્રયાસ કરવા પડશે. આ સંજોગોમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ, ધારાસભ્યો પણ ધર્મસંકટમાં મૂકાયા છે. કેમ કે એક તરફ પક્ષનું દબાણ છે, બીજી તરફ સમાજ માનવા તૈયાર નથી. આ સ્થિતિમાં શું કરવું એ મોટો પ્રશ્ન છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

નોંધનિય છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ ગઇકાલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કર્યા બાદ કહેવું પડ્યું હતુ કે વડાપ્રધાન મોદીનો કોઇ વિરોધ નથી. ક્ષત્રિય સમાજે રૂપાલાને માફ કરી દેવા જોઇએ. તેમ છંતા ક્ષત્રિય સમાજ હવે કેસરિયા ઝંડા દેખાડીને વિરોધમાં ઉતરી ગયો છે અને ભાજપ વિરોધી મતદાન કરવા સમાજને અપીલ કરવામાં આવી રહી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter