+

ઈરાનના સુપ્રીમ નેતા ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભારતના આ બે મોટા નેતાઓ આપશે હાજરી

નવી દિલ્હીઃ ઈરાનના દિવંગત સુપ્રીમ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની યાદમાં આયોજીત કાર્યક્રમની શરૂઆત 4 જુલાઈ 2026થી થશે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, આ સમારોહમાં ભાગ લેવા માટે ભારત તરફથી બિહારના રાજ્ય

નવી દિલ્હીઃ ઈરાનના દિવંગત સુપ્રીમ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈની યાદમાં આયોજીત કાર્યક્રમની શરૂઆત 4 જુલાઈ 2026થી થશે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, આ સમારોહમાં ભાગ લેવા માટે ભારત તરફથી બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગેરિટા સામેલ થશે. ઈરાનના વિવિધ શહેરોમાં 4 થી 9 જુલાઈ દરમિયાન અંતિમ સંસ્કારના કાર્યક્રમો યોજાવાના છે, જેમાં હજારો લોકો અને અનેક VIP વિદેશી મહેમાનો આવે તેવી સંભાવના છે.

ઈરાન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અયાતુલ્લા અલી ખામેનેઈના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યાં છે. ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, 4 અને 5 જુલાઈના રોજ તેહરાનના ઇમામ ખુમેની મોસાલા પ્રાર્થના હોલમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

6 અને 7 જુલાઈના રોજ રાજધાની તેહરાન અને મધ્ય ઈરાનના કુમ શહેરમાં અંતિમ યાત્રા કાઢવામાં આવશે. આ પછી 9 જુલાઈના રોજ ઉત્તર-પૂર્વીય શહેર મશહદમાં અંતિમ સંસ્કારનો આખરી કાર્યક્રમ યોજાશે. તે જ દિવસે દિવંગત નેતાને શિયા મુસ્લિમોના આઠમા ઈમામ, ઈમામ રઝાના પવિત્ર દરગાહ પરિસરમાં દફનાવવામાં આવશે.

લાંબા સમય સુધી ઈરાનના સર્વોચ્ચ નેતા રહેલા ખામેનેઈનું 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલના એરસ્ટ્રાઇકમાં મોત થયું હતું. માર્ચની શરૂઆતમાં તેમના પુત્ર મોઝ્તબા ખામેનેઈને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં હતા.

facebook twitter