+

મોડાસાઃ દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાઈ, ચાલકનું મોત- Gujarat Post

અરવલ્લીઃ મેઘરજની કાલીયાકૂવા ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતી કાર ધડાકા કાથે ઝાડ સાથે અથડાઈ હતી. જેથી દારૂની બોટલો રસ્તા પર વેર-વિખેર થઈ ગઈ હતી. તેમજ કાર ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. પ

અરવલ્લીઃ મેઘરજની કાલીયાકૂવા ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતી કાર ધડાકા કાથે ઝાડ સાથે અથડાઈ હતી. જેથી દારૂની બોટલો રસ્તા પર વેર-વિખેર થઈ ગઈ હતી. તેમજ કાર ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. પોલીસે કાર, રોકડ, દારૂ સહિત કુલ 7.63 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મેઘરજ તાલુકાની કાલીયાકૂવા ચેકપોસ્ટ આગળથી રાજસ્થાન તરફથી કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નીકળેલી કાર નીકળી હતી. ચેકપોસ્ટ પર પોલીસનો કાફલો ફરજ પર હાજર હતો તે સમય દરમિયાન કાર અચાનક પોસ્ટ આગળ આવેલા લીમડાના ઝાડ સાથે ધડાકા ભેર ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચેકપોસ્ટના કેબીનને પણ નુકસાન થયું હતું. જ્યારે કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો રસ્તા પર વેર-વિખેર થઈ પડી હતી. તેમજ કાર ચાલક રજાક મજીદખાન પઠાણને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસે કાર ,વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 784 તેમજ મૃતક ડ્રાઇવર પાસેથી રોકડ રકમ રૂ.1000 સહિત કુલ રૂ. 7,63,557 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

Trending :
facebook twitter