તમામ સમાજનો સમર્થન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો
Amreli News: અમરેલી જિલ્લામાં લેટર કાંડ મામલે પાટીદાર યુવતી પાયલ ગોટીએ સનસનીખેજ આરોપ લગાવ્યાં છે. જેલ વાસ બાદ પોતાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી બે દિવસ બાદ મીડિયા સાથે વાત કરી હતી. તેણે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પોતાને ન્યાય અપાવે તેવી માંગ કરી હતી અને પોતે કોઈ ગુનો ન કર્યો હોવાનું જણાવ્યું હતું.
પાયલે આ સાથે આક્ષેપ કર્યા કે, પોલીસ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો. જે તેમણે વકીલને જણાવ્યું હતું. પાયલની પોલીસે રાત્રે 12 વાગ્યાની આસપાસ અટકાયત કરી હતી અને બાદમાં તેનું સરઘસ કાઢ્યું હતુ. ગુજરાત અને દેશની તમામ દીકરીઓ સાથે આવું ભવિષ્યમાં ન બને તેવી માંગ કરી હતી. આ અંગે તેણે ધારાસભ્ય કૌશિક વેકરિયા તથા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પોતાની સાથે થયેલા વ્યવહારની સામે ન્યાય મળે તેવી માંગ કરી હતી.
પત્રમાં તેણ લખ્યું કે, મને રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવી છે. ગુજરાતના રક્ષકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાતે મારી ધરપકડ કરવામાં આવી. દંડા મારીને, ડરાવીને નિવેદન લેવામાં આવ્યાં હતા. કોર્ટને પણ ગેરમાર્ગે દોરી રીમાન્ડ લઈને પાટે સુવડાવી પગે બેરહેમીથી પટ્ટા મારવામાં આવ્યાં હતા. કોઈ વાંક વિના મને જેલમાં ધકેલી દેવાઇ હતી. એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરનારી આ કમનસીબ ઘટનાથી મારી અને સમગ્ર ગુજરાતની ગરીમાને ઠેસ પહોંચી છે. હું હવે ન્યાયની રાહ જોઇ રહી છું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/