Amreli News: અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને શુક્રવારે જામીન મળ્યાં બાદ જેલ મુક્ત થઈ હતી. અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું. ગુજરાતના પાટીદારોએ આ વાતનો વિરોધ નોંધાવ્યો છે અને કોંગ્રેસના નેતાઓ દ્વારા મામલો ઉઠાવવામાં આવતાં ભાજપની ચિંતા વધી છે.
પાટીદાર યુવતીને જામીન મળ્યાં બાદ અમરેલી જિલ્લા મધ્યસ્થ સરકારી બૅન્કના આગેવાન દિલીપ સંઘાણીએ એક નિર્ણય લીધો હતો. સહકારી બૅન્કના ચેરમેન દિલીપ સંઘાણીએ યોજાયેલી બોર્ડ મિટિંગમાં પાયલને બૅન્કમાં નોકરી આપવાની વાત કરી છે. પીડિત દીકરી ઇચ્છે તો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કમાં કાયમી નોકરી મળશે.
જો કે મૂળ મુદ્દો અહીં બાજુ પર રહી ગયો છે. અમરેલીમાં બેનલી આ ઘટનાની ઉચ્ચ કક્ષાએ નોંધ લેવામાં આવી હતી. આ પ્રકરણમાં અમરેલી જિલ્લાના ભાજપનાં બે મોટાં માથાંઓની સંડોવણી બહાર આવી શકે છે. તેમના ઈશારે આ આખું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની સ્થાનિક સ્તરે ચર્ચા થઈ રહી છે. આ બે નેતામાંથી એક નેતા સામે બધા પુરાવા એકઠા કરવામાં આવી રહ્યાં હોવાની ચર્ચા છે. ગમે તે ઘડીએ તેમની ધરપકડ પણ કરવામાં આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપના ટોચના સિનિયર નેતાઓ દ્વારા પણ આદેશ કરવામાં આવ્યો છે કે આ કેસમાં કોઈનું પણ નામ ખૂલતું હોય તો કોઈ વાંધો નથી. પાર્ટી તરફથી તેમનો બચાવ કરવામાં નહીં આવે. તેમજ જો પુરાવા હોય અને આરોપી કોઈનું નામ આપે તો પછી કોઈ પણ હોય, તેની વિરુદ્ધ કાર્યકારી કરવામાં આવશે. બીજી તરફ પાટીદાર સમાજ ફરી ભાજપ સામે રોષે ભરાયો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++