અમરેલીઃ રાજ્યમાંથી વધુ એક લાંચિયો વ્યક્તિ એસસીબીના છટકામાં સપડાયો હતો. અમરેલીના જાફરાબાદની મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રીને અમરેલી એસીબીએ આજે જમીનના ખાતા અલગ અલગ કરવાના કામ માટે રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. લાંચનુ આ છટકુ અમરેલી એસીબી દ્વારા ગોઠવવામા આવ્યુ હતુ. જેમા ફરિયાદી ખેડૂતે જમીનનુ એકત્રિકરણ કરીને જમીનના ખાતાઓ અલગ અલગ કરવા માટે અહીની મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી પ્રવિણ કેશુભાઇ માયડાનો સંપર્ક કર્યો હતો. જમીનના ખાતાઓ અલગ અલગ કરી આપવા માટે પ્રવિણ માયડાએ રૂપિયા 10 હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીને આ રકમ આપવી ન હોય એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કર્યો હતો. જેને પગલે અમરેલીના ઇન્ચાર્જ એસીબી પીઆઇ આર.ડી.સગર દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતુ.
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ભાડા ચાર રસ્તા ખાતે આવી આ રકમ આપવાનો વાયદો હતો. રેવન્યુ મંત્રીએ છટકાના સ્થળે જ લાંચ અંગે વાતચીત કરી રૂપિયા 10 હજારની લાંચ રોકડ સ્વરૂપે સ્વીકારતા એસીબીએ આ શખ્સને રંગેહાથ ઝડપી લીધો હતો.
લાંચની માંગણીની રકમ : રૂ.10,000/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂ.10,000/-
લાંચની રીકવર કરેલ રકમ : રૂ.10,000/-
ટ્રેપીંગ અધિકારીઃ-
આર. ડી. સગર,
I/c પો.ઇન્સ., અમરેલી એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી :-
એસ. એન. બારોટ,
I/c મદદનીશ નિયામક, એ.સી.બી. ભાવનગર એકમ ભાવનગર.