અમરેલીઃ દિવાળીની રજાઓમાં એક પરિવાર શોકગ્રસ્ત બન્યો છે, અમરેલીના રાંઢીયા ગામની વાડીમાં એક કારમાં પુરાઇ ગયેલા ચાર માસૂમ બાળકોની લાશો મળી આવી છે. રમતા રમતા આ બાળકો કારની ચાવીથી કાર ખોલીને અંદર બેસી ગયા હતા, બાદમાં કારના દરવાજા લોક થઇ ગયા હતા
બાળકોના માતા-પિતા મજૂરી કામે ગયા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી, કારના દરવાજા લોક થઇ જતા બે દિકરાઓ અને બે દિકરીઓના ગુંગળામણથી મોત થઇ ગયા હતા.
એક જ પરિવારના 4 બાળકોના મોતથી ગામમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, આ બાળકો મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હતા, તેમના માતા-પિતા અહીં મજૂરી કરવા આવ્યાં હતા અને આ દુર્ઘટના બની હતી. પોલીસે અકસ્માતે ગુનો દાખલ કરીને કેસની વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે દરેક વાલીઓએ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે, તેમને એકલા મુકવા ઘણી વખતે આજીવન પસ્તાવો થઇ શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/