- ઇન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો કરતી પત્રિકા વાયરલ
- અમરગીરી બાપુએ ઈન્દ્રભારતીની એપ્સટીન સાથે કરી સરખામણી
જૂનાગઢઃ ભવનાથ મેળામાં કીર્તિ પટેલે મૃગીકુંડમાં ડૂબકી લગાવ્યાં બાદ શરૂ થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. રૂદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતી એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. આ પત્રિકામાં બાપુના અંગત જીવન અને ભૂતકાળને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યાં છે, જેનાથી સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે ચર્ચા જાગી છે.
અમરગીરી બાપુએ સમગ્ર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. બાપુએ જણાવ્યું કે સાધુઓ વચ્ચેનો વિવાદ જરાય શોભનીય નથી. તેમણે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક મહંતની નિમણૂંક જાહેર કરવાની માગ કરી છે. ઈન્દ્રભારતીના આશ્રમમાં એપસ્ટીન ફાઈલને પણ શરમાવે તેવી કામગીરીનો અમરગીરીએ આરોપ લગાવ્યો છે. આશ્રમમાં દીકરીઓને લાવી ઈન્દ્રભારતી ન કરવાના કામો કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઈન્દ્રભારતી ચરસ-ગાંજો ફૂંકીને અશ્રમમાં બે નંબરના ધંધા કરે છે.
ઈન્દ્રભારતીની સરખામણી લુખ્ખા તત્વો સાથે કરી ગંભીર આરોપ લગાવતા તેમણે કહ્યું, ગુંડાતત્વોએ ભવનાથને પચાવી પાડવા અનેક પ્રયાસો કર્યા છે.ગુરુ રમેશગીરીની હત્યામાં પણ ઈન્દ્રભારતીનો હાથ છે. રજવાડી આશ્રમ બનાવી એશોઆરામ માટે ખોટા ધંધા કર્યા છે. આવા ઢોંગીના સાધુવેશ ઉતારી જેલમાં નાખવા જોઈએ. બીજી તરફ પત્રિકામાં પણ તેમની દિકરીઓ, પરિવાર અને જમીનના ધંધાની વાતો છે.