+

આખરે અલ્લુ અર્જુનને જામીન મળતા જેલમાંથી છૂટ્યો, મહિલાના મોત કેસમાં કોર્ટમાંથી મળી રાહત

હૈદરાબાદઃ પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન મહિલાના મોતના કેસમાં તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં બાદ અલ્લુ અર્જુનને શનિવારે, 14 ડિસેમ્બર, 2024ના રોજ સવારે 7 વાગ્યે મુક્ત કરવામાં આવ્યો છે.13 ડિસેમ્બર 20

હૈદરાબાદઃ પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન મહિલાના મોતના કેસમાં તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં બાદ અલ્લુ અર્જુનને શનિવારે, 14 ડિસેમ્બર, 2024ના રોજ સવારે 7 વાગ્યે મુક્ત કરવામાં આવ્યો છે.13 ડિસેમ્બર 2024 ના રોજ બપોરે 12 વાગ્યે અલ્લુ અર્જુનની હૈદરાબાદમાં તેના જ્યુબિલી હિલ્સ બંગલામાંથી ધરપકડ કરવામાં આવી હતી.

તેલંગાણા હાઈકોર્ટે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને ફિલ્મ પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન એક મહિલાના મોતના મામલામાં ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યાં છે. છતાં અલ્લુ અર્જુને જેલમાં જ રાત વિતાવવી પડી હતી, કારણ કે શુક્રવારે મોડી રાત સુધી જેલ સત્તાધીશો કોર્ટના આદેશની નકલ મેળવી શક્યા ન હતા. આ કારણે અલ્લુને છોડવામાં આવ્યો ન હતો. હવે, આજે 14મી ડિસેમ્બરે અલ્લુ અર્જુન જેલમાંથી બહાર આવ્યો છે. અલ્લુ અર્જુન સંધ્યા થિયેટરમાં મહિલાના મોતના કેસમાં ફસાયો છે.

સાઉથ સુપરસ્ટારને ચિક્કડપલ્લી પોલીસે 13 ડિસેમ્બરે તેના ઘરેથી ધરપકડ કરી હતી, જેના ઘણા વીડિયો પણ સામે આવ્યાં હતા. અલ્લુ અર્જુન વિરુદ્ધ BNSની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અભિનેતાને પૂછપરછ માટે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. જે બાદ તે કોર્ટમાં હાજર થયો હતો. સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન મહિલાના મોત બાદ તેના પરિવારે અભિનેતા અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ દાખલ કર્યો હતો. અભિનેતા વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 108(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

શું છે મામલો?

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ધ રૂલ ના પ્રીમિયર વખતે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષીય મહિલા (રેવતી)નું મૃત્યુ થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. મહિલાના મૃત્યુના સંબંધમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી.

પુષ્પા 2 નું કલેકશન

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. Sacknilkના રિપોર્ટ અનુસાર પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર 174.95 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. અલ્લુ અર્જુનની ફિલ્મે હવે ઘરેલુ બોક્સ ઓફિસ પર 762.1 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter