સ્ટોરીઃ મહેશ R.પટેલ, એડિટર
કાર્યપાલ ઇજનેરની કચેરી, ખેડામાં ભ્રષ્ટાચારીઓ બેફામ બની ગયા હોવાના આક્ષેપ
હવે ઓનલાઇન ટેન્ડરોમાં પણ ગોટાળા ! અધિકારીઓની આ ગેંગનો પર્દાફાશ થવો જોઇએ
શું Nprocure ની વેબસાઇટમાં ટેક્નીકલ ખામીના નામે કોન્ટ્રાકટરોને ઉલ્લું બનાવવામાં આવે છે !
અમદાવાદઃ રાજ્યનો રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ ફરી એક વખત ચર્ચામાં છે, અગાઉ આરએન્ડબીના અનેક અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી ચુક્યાં છે અને કેટલાક અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને ગડબડ કરી રહ્યાં હોવાના નવા આક્ષેપો લાગ્યા છે, ખેડા જિલ્લા કાર્યપાલ ઇજનેરની કચેરી દ્વારા માનીતી એક જ કંપનીને વધુમાં વધુ કામ આપવા માટે ગડબડ કરાઇ રહી હોવાનું સામે આવ્યું છે.
અનેક કોન્ટ્રાક્ટરોએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, સાઇબર ક્રાઇમ અને અન્ય ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે, ફરિયાદીએ ગુજરાત પોસ્ટ ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે ઘણા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું છે, જ્યારે તેઓ કોઇ પણ કામનું ટેન્ડરનું કામ કરવા જાય છે ત્યારે Nprocure ની વેબસાઇટમાં એક એરર આવી જાય છે, કોન્ટ્રાકટરોએ ભરેલા ભાવ જોવા જેવું પેજ ઓપન કરવામાં આવે છે તેવો જ મેસેજ આવે છે Something Wrong, Please contact help desk, ત્યાર બાદ હેલ્પ ડેસ્કના નંબર પરથી પણ કોઇ મદદ મળતી નથી.
સાથે જ જ્યારે આ કોન્ટ્રાક્ટરોએ એક ટેન્ડર ભર્યું હતું ત્યારે તેમને ટેન્ડર ઓપન થયાના બે મેઇલ આવ્યાં હતા અને તે જુદા જુદા બે દિવસમાં આવ્યાં હતા, સામાન્ય રીતે આ મેઇલ એક સાથે બધા કોન્ટ્રાકટરોને જતા હોય છે અને તે પણ એક સાથે. ટેક્નીકલ વાતો જાણતા કેટલાક કોન્ટ્રાક્ટરોએ આ મામલે ઉચ્ચ અધિકારીઓને સવાલ કર્યાં ત્યારે તેમને ઉડાવ જવાબ આપ્યાં અને માત્ર ટેક્નીકલ ખામી હોવાનું જણાવીને આખો જ મુ્દ્દો ઉડાવી દીધો હતો.
આરએન્ડબીમાં ટેન્ડરમાં ગોટાળા થઇ રહ્યાં હોવાના આક્ષેપો, અનેક કોન્ટ્રાક્ટરોએ સાયબર ક્રાઇમમાં આપ્યાં પુરાવા
એક જ કોન્ટ્રાક્ટરની કંપનીને ફાયદો થાય તેવી વ્યવસ્થા કરી
પ્રિન્સ કન્સ્ટ્રક્શન કંપનીને ફાયદો કરાવી રહ્યાં છે અધિકારીઓ
ખેડા જિલ્લામાં જ નહીં, આખા ગુજરાતમાં આવી રીતે કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપો
ખેડા જિલ્લાના કપડવંજના અનેક કોન્ટ્રાક્ટરોનું કહેવું છે કે ખેડા જિલ્લામાં એક જ કંપનીને ફાયદો કરાવવા માટે અને તેને વધુમાં વધુ કામો મળે તેવી વ્યવસ્થા આરએન્ડબીના કેટલાક અધિકારીઓ જ કરી છે. તેઓ ઓનલાઇન ટેન્ડરમાં ચેડાં કરી રહ્યાં છે, ગુજરાત સાયબર ક્રાઇમ વિભાગે આ કેસની ઉંડી તપાસ કરવી જોઇએ, જો આ કેસની સીએમ ભૂપેન્દ્ર પટેલ તટસ્થ તપાસ કરાવશે તો અનેક અધિકારીઓની મિલિભગતનો પર્દાફાશ થશે, સાથે જ જે કોન્ટ્રાક્ટરને કામો મળી રહ્યાં છે તેની કામની ગુણવત્તાની તપાસ કરવામાં આવે તો આ કંપની બ્લેક લિસ્ટ થાય તેવી સ્થિતી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/