અમદાવાદ: થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ, 12 ઓફિસો બળીને ખાખ થઇ ગઇ

10:36 AM Dec 24, 2024 | gujaratpost

અમદાવાદઃ શહેરના થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઇટેનિયમ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ આગ C બ્લોકમાં આવેલા નવમા માળમા લાગી હતી, આ ઘટનાના જાણ થતા ફાયર વિભાગ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

થલતેજ ચાર રસ્તા પર આવેલી ટાઇટેનિયમ સ્કવેર નામની બિલ્ડિંગના નવમા માળે આગ લાગી હતી. આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ચાંદખેડા, સાબરમતી, મણીનગર અને પ્રહલાદનગરની ફાયરની ગાડીઓને આગ ઓલવવા માટે રવાના કરવામાં આવી હતી. આગ એટલી ભયાનક હતી કે 28 ગાડીઓનો કાફલો આગ ઓલવવા પહોંચ્યો હતો.

ત્રણ કલાકની જહેમતે બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનુ કારણ શોર્ટસર્કિટ થઇ હોવાનું બહાર આવ્યુ છે. ત્રણ માળમાં આવેલી 12 ઓફિસો બળીને ખાખ થઇ ગઇ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++