અમદાવાદઃ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ભર ઉનાળે કમોસમી મુસીબત આવી છે. શહેરના ગુરૂકુળ, માનસી ચાર રસ્તા, ગોતા, વટવા, પકવાન ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં આંધી-તુફાન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે.
અમદાવાદ શહેરમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને હાલાકીને સામનો કરવો પડ્યો હતો.
સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર, રાજકોટ સહિતના જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ચોટીલામાં વરસાદ પડ્યો હતો. નોંધનિય છે કે બનાસકાંઠા, સાબરકાંઠા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠાંની અસર જોવા મળી હતી.
Trending :
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++