સિંધુભવન રોડ પર આવેલા અશ્વવિલા બંગલોમાંથી ઝડપાયું હાઇ પ્રોફાઇલ જુગારધામ, 11 લોકોની ધરપકડ

07:22 AM Apr 25, 2025 | gujaratpost

Ahmedabad News: પોલીસે હાઇપ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે, શહેરના સિંધુભવન રોડ પર આવેલા અશ્વવિલા બંગલોમાં પોલીસે દરોડા કર્યાં હતા, જેમાં 11 જુગારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસે અંદાજે 1 કરોડ રૂપિયાની લક્ઝુરીયસ કાર અને 1.04 કરોડની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બંગલો સ્નેહ શાહ ઉર્ફે સેફુનો હોવાનું સામે આવ્યું છે, જ્યાં જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. આરોપી સામે અગાઉ પણ ક્રિકેટ સટ્ટાનો કેસ થયેલો છે.

પોલીસે ઝડપી પાડેલા જુગારીઓનાં નામ

Trending :

1. શેફુ ઉર્ફે સ્નેહ કુમારપાલ શાહ - રહે. અશ્વવિલા બંગલો સિંધુભવન, વ્યવસાય - ઓટોમોબાઇલ ગાડી લે વેચ
2. નવીન સુરેશ રાઠી - રહે. ઉત્તમ બંગલો વસ્ત્રાપુર, વ્યવસાય - A.U ફાઈનાન્સ મેનેજર
3. ભીમરાજ ભટ્ટ - રહે, ભાવન પીજી સાઉથ બોપલ , રસોઈયો
4. અમિત સુર- રહે. માલાબા કાઉન્ટ્રી ચાંદખેડા, આઇટી કંપની પ્રોજેક્ટ કામ કરે
5. હિરેન મિસ્ત્રી - રહે. શિવનગર સોસાયટી, ચાણક્યપુરી, વ્યવસાય -બ્રોકર
6. અશોક પંચારિયા- રહે. વૃંદાવન બંગલો થલતેજ, જમીને લે વેચનો ધંધો
7. રવિ ભાયલાણી - ફ્લોરેન્સ સ્કાય સિટી શેલા, ખાંડનો વેપારી
8. ચિન્મય રાવલ - રહે ઓર્ચિડ હાર્મની એપલવુડ શેલા, વ્યવસાય- સીસીટીવી ઓપરેટરિંગ સિસ્ટમ
9. શ્રેણિક શાહ- રહે સેરીનિટલ લેવિસ કેપિટલ સાયન્સ સીટી રોડ, વ્યવસાય - રીયલ એસ્ટેટ બ્રોકર
10. મોહિત દેસાઈ- રહે તીર્થભૂમિ ફ્લેટ એલિસ બ્રિજ, વ્યવસાય -બિલ્ડર
11. અભિષેક ગાંધી -રહે સારાંશ ગ્રીન ફ્લેટ ધરણીધર દેરાસર, વ્યવસાય- ફાઇનાન્સ