હેલ્મેટ પહેરવાને લઇને પોલીસ કર્મીઓ અને અધિકારીઓ માટે કડક નિયમ, અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું- Gujarat Post

07:18 PM Oct 19, 2024 | gujaratpost

અમદાવાદ પોલીસ કમિશનરે જી. એસ. મલિકનું જાહેરનામું

તમામ પોલીસ કર્મીઓ માટે પણ હેલ્મેટનો કડક નિયમ લાગુ કરવામાં આવ્યો

પોલીસકર્મીઓ આ નિયમ તોડશે તો તેમની સામે થશે કાર્યવાહી

અમદાવાદઃ હાઈકોર્ટની ટકોર બાદ પણ ઘણા લોકો હેલ્મેટ પહેરતા નથી, હવે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને પોલીસકર્મીઓ માટે પણ હેલ્મેટના કાયદાની કડક અમલવારીનો આદેશ કર્યો છે. અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓએ ફરજિયાતપણે હેલ્મેટ પહેરીને જ પોલીસ સ્ટેશન આવવાનું રહેશે. જેમાં સિવિલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ અમલવારીની જવાબદારી જે-તે પોલીસ સ્ટેશનના અધિકારીની રહેશે.

જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારી, કર્મચારી, સિવિલિયન સ્ટાફ તમામ લોકોએ કચેરીએ જો ટુ-વ્હીલર લઈને આવ્યાં હોય તો ફરજિયાત પણે હેલ્મેટ પહેરવું પડશે. જેની ચકાસણી માટે કચેરીના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર તેની ચકાસણી કરવામાં આવશે. ચકાસણી દરમિયાન જો કોઈ કર્મચારી હેલ્મેટ વિના ફરજ પર આવ્યાંનું જણાશે તો તેમને પ્રવેશ આપવામાં નહીં આવે. તેમજ અન્ય પોલીસ સ્ટેશન, કચેરી, શાખા કે યુનિટમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526