અમદાવાદઃ અંદાજે 1 વર્ષ પહેલા ઇસ્કોન બ્રિજ પર પુર ઝડપે કાર હંકારીને 9 લોકોની કચડી નાખનારા આરોપી તથ્ય પટેલને કોર્ટે શરતી જામીન આપ્યાં છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે શરતોને આધીન આરોપીને એક દિવસના જામીન આપ્યાં છે. તેને એક દિવસ માટે પોલીસ જાપ્તા સાથે જામીન મળ્યાં છે, તેના દાદાની મરણક્રિયામાં હાજરી આપવા આ જામીન માંગવામાં આવ્યાં હતા અને કોર્ટે તેને મંજૂર કર્યાં હતા.
19 જુલાઈ, 2023 ની રાત્રે ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારે અકસ્માત કર્યો હતો અને તેમાં 9 નિર્દોષ લોકોનાં મોત થઇ ગયા હતા. બાદમાં આરોપી તથ્ય પટેલની ધરપકડ કરાઇ હતી. ત્યારથી તે સાબરમતી જેલમાં બંધ છે. આ કેસમાં તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ જે તે વખતે ધરપકડ કરાઇ હતી.
આરોપી તથ્ય સામે મૃતકોના પરિવારજનોનો રોષ આજે પણ દેખાઇ રહ્યો છે, 9 નિર્દોષ લોકોનાં મોત બાદ તથ્યને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરાઇ હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526