મેડિકલ કોલેજ લાંચ કેસમાં ED ના ગુજરાત સહિત 10 રાજ્યોમાં દરોડા

03:35 PM Nov 27, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુજરાત સહિત 10 રાજ્યોના 15 સ્થળોએ દરોડા પાડ્યાં છે.આ કાર્યવાહી મેડિકલ કોલેજોને મંજૂરી આપવા માટે સરકારી અધિકારીઓ અને વચેટિયાઓને મોટી લાંચ આપવાના એક મોટા કૌભાંડના સંબંધમાં છે. આ તપાસ ખાસ કરીને મોન્ટુ પટેલના કાર્યકાળમાં મેડિકલ કોલેજોને આપવામાં આવેલી મંજૂરીઓ પર કેન્દ્રિત છે. (મોન્ટુ પટેલ અગાઉ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન રહી ચૂક્યો છે). ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં EDની ટીમોએ તપાસ હાથ ધરી છે.

ન્યૂઝ એજન્સી ANI મુજબ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત કુલ 15 સ્થળોએ તપાસ (સર્ચ ઓપરેશન) હાથ ધરવામાં આવ્યું છે.

આ કાર્યવાહી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા 30 જૂન, 2025ના રોજ નોંધાયેલી FIRના સંબંધમાં છે. આ FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, મેડિકલ કોલેજોના મુખ્ય વ્યવસ્થાપક વ્યક્તિઓ અને વચેટિયાઓને મેડિકલ કોલેજોના નિરીક્ષણ સંબંધિત ગુપ્ત માહિતી જાહેર કરવાના બદલામાં સરકારી અધિકારીઓને, જેમાં નેશનલ મેડિકલ કમિશન (NMC)ના અધિકારીઓ પણ સામેલ છે, તેમને લાંચ આપવામાં આવી હતી. તેનાથી તેઓ માપદંડોમાં ગોઠવણ કરીને મેડિકલ કોલેજોમાં શૈક્ષણિક અભ્યાસક્રમો ચલાવવાની મંજૂરી મેળવી શક્યા હતા. જે પરિષરોમાં તપાસ થઈ રહી છે તેમાં અનેક રાજ્યોમાં આવેલી  મેડિકલ કોલેજોના પરિષર અને FIRમાં આરોપી તરીકે નામ આપવામાં આવેલા કેટલાક ખાનગી વ્યક્તિઓનો પરિષરોનો સમાવેશ થાય છે.

EDની આ કાર્યવાહી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા 30 જૂન, 2025ના રોજ દાખલ કરાયેલી FIR પર આધારિત છે. આ કૌભાંડ દેશમાં મેડિકલ શિક્ષણની ગુણવત્તા અને મંજૂરી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર પર ગંભીર સવાલો ઊભા કરે છે. CBI દ્વારા જુલાઈ 2025માં પણ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પૂર્વ ચેરમેન મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલા પર દરોડા પાડવામાં આવ્યાં હતા. તેના પર કોલેજોને માન્યતા આપવા માટે લાંચ લેવાનો આરોપ છે. તે અગાઉ ABVP પેનલમાંથી બિનહરીફ પ્રમુખ બન્યો હતો અને તેની સામે પણ એજન્સીઓ તપાસ કરી રહી છે.