માતા સરસ્વતીબેન મેઘાણી અને પુત્ર સૌમ્ય મેઘાણીના મોત
અમદાવાદઃ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં એસીના ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, ઘરમાં રાંધણ ગેસના બાટલમાં પહેલા વિસ્ફોટ થયો હતો અને બાદમાં અહીં રાખવામાં આવેલા એસી સહિતના સામાનમાં આગ લાગી હતી. આ વિસ્ફોટમાં માતા અને પુત્રનું મોત થઇ ગયું છે.
અહીં ઘરમાં એસીનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતુ, હાલમાં ફાયર ફાઇટરની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે.રહેણાંક વિસ્તાર હોવાથી લોકોમાં ડરનો માહોલ છે.આ વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે, લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી કાગ પર કાબૂ ન મેળવી લેવાય ત્યાં સુધી તેઓ સાવચેતી રાખે.
આગને કારણે વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યાં છે અને સ્થિતીની સમીક્ષા કરીને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++