સ્ટેટ GST વિભાગમાં બદલીનો દૌર, એક સાથે 93 STO ની બદલી

10:15 PM Jul 03, 2024 | gujaratpost

અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગમાં બદલીઓનો દૌર દેખાઇ રહ્યો છે, થોડા જ દિવસોમાં અનેક અધિકારીઓની બદલીઓ કરી દેવામાં આવી છે, આજે 93 એસટીઓની એક સાથે બદલી કરી દેવામાં આવી છે, સ્ટેટ જીએસટી કમિશનર સમીર વકીલ દ્રારા આ બદલીઓ કરવામાં આવી છે.

અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, સુરત, નડિયાદ, મહેસાણા, ભાવનગર, સુરત, વેરાવળ, જામનગર, રાજકોટ, ગાંધીધામ, ખંભાત, પોરબંદર, ગોંડલ, જૂનાગઢ, જામનગર, પાલનપુર, ધ્રાંગધ્રા સહિતના શહેરોને હવે નવા રાજ્યવેરા અધિકારી મળશે, હજુ પણ આગામી સમયમાં સ્ટેટ જીએસટી વિભાગમાં બદલીઓ આવે તેવી શક્યતા છે.

નોંધનિય છે કે થોડા દિવસ પહેલા જ સ્ટેટ જીએસટી વિભાગમાં એસી, જેસી લેવલના અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર થયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526