અમદાવાદઃ આ વર્ષે અમદાવાદમાં ગરબાનું આયોજન કરનારા લોકોએ કેટલાક નવા નિયમોનું પાલન કરવું પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે નવરાત્રી માટે એક ખાસ ગાઈડલાઈન (SOP) બહાર પાડી છે.
મુખ્ય નિયમો:
ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત: ગરબાનું આયોજન કરવા માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે. આ માટે ઓનલાઈન અરજી કરવી પડશે અને આયોજન શરૂ થવાના ત્રણ દિવસ પહેલા જમાલપુર ફાયર સ્ટેશન પર તેની હાર્ડ કોપી જમા કરાવવી પડશે. આ વગર મંજૂરી મળશે નહીં.
બે ઈમરજન્સી બહાર નીકળવાના રસ્તા: દરેક સ્થળેથી બહાર નીકળવા માટે બે ઈમરજન્સી રસ્તા (એક્ઝિટ) રાખવા પડશે જેથી કોઈ મુશ્કેલીના સમયે લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી શકે.
અન્ય મંજૂરીઓ: માત્ર ફાયર વિભાગ જ નહીં, પરંતુ પોલીસે, ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય વિભાગો પાસેથી પણ મંજૂરી લેવી પડશે.
AMCના અધિકારીએ જણાવ્યું કે અમદાવાદમાં લાખો લોકો ગરબામાં ભાગ લેતા હોવાથી તેમની સુરક્ષા માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે.આ નિયમોનો હેતુ કોઈ અણબનાવ ન બને અને લોકો સુરક્ષિત રીતે ઉત્સવ માણી શકે તેવો છે.
અમદાવાદ શહેરના નવરાત્રીના આયોજકો ખાસ ધ્યાન આપે: જાહેર સલામતી માટે ફાયર સેફટી માટે કઈ તકેદારી અને પગલાં લેવા તે અંગેની જાહેર નોટિસ, ફાયર સેફટી અંગેનું સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી, ઇવેન્ટ ચાલુ થવાના ત્રણ દિવસ પહેલા તેની હાર્ડ ફાઈલ જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવાની… pic.twitter.com/i43ozkxw7s
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) September 10, 2025