વોશિંગ્ટન: અમેરિકામાં એક ચોંકાવનારી ઘટના બની છે. રૂઢિચુસ્ત કાર્યકર્તા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના ચાર્લી કિર્કની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી દુઃખી થઈને ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે રૂઢિચુસ્ત કાર્યકર્તા ચાર્લી કિર્કનું અવસાન થયું છે. ઉટાહ વેલી યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન બોલતી વખતે તેમને ગળામાં ગોળી વાગવાથી ઈજા થઈ હતી. કિર્ક દરેકના પ્રિય હતા. બધાએ તેમની પ્રશંસા કરતા હતા.
ગળામાં ગોળી
ચાર્લી કિર્કને એક કાર્યક્રમ દરમિયાન ગોળી મારી દેવામાં આવી હતી જ્યારે તે માઈક સાથે સ્ટેજ પર બોલી રહ્યા હતા. આ જઘન્ય હત્યાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જેમાં ચાર્લી કિર્કને ગળામાં ગોળી મારી દેવામાં આવી છે. હુમલાખોર હજુ સુધી પકડાયો નથી. બે શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તેમને છોડી દેવામાં આવ્યા હતા.
અમેરિકાનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, મહાન ચાર્લી કર્ક હવે આ દુનિયામાં નથી રહ્યાં. અમેરિકાના યુવાનોને ચાર્લીથી વધુ સારી રીતે કોઈ સમજી શક્યું નથી, કોઈનું આવું હૃદય ન હતું. બધા તેમને પ્રેમ કરતા હતા અને પ્રશંસા કરતા હતા, ખાસ કરીને હું. હવે જ્યારે તે આપણી વચ્ચે નથી. મેલાનિયા અને હું તેમની પત્ની એરિકા અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ચાર્લી, અમે તને પ્રેમ કરીએ છીએ ! ચાર્લીના સન્માનમાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધી સમગ્ર અમેરિકામાં તમામ ધ્વજ અડધી કાઠીએ લહેરાવવાનો આદેશ આપ્યો છે.
વ્હાઇટ હાઉસે માહિતી જારી કરી
X પર વ્હાઇટ હાઉસે લખ્યું ચાર્લી કિર્કના સન્માનમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુનાઇટેડ સ્ટેટ્સમાં તમામ અમેરિકન ધ્વજ અડધી કાઠીએ લહેરાવવાનો આદેશ આપ્યો છે. ગોળીબાર ત્યારે થયો જ્યારે કિર્ક એક વિદ્યાર્થીના સામૂહિક ગોળીબાર સંબંધિત પ્રશ્નનો જવાબ આપી રહ્યાં હતા.
ચાર્લી કિર્ક કોણ હતા
ચાર્લી કિર્ક અમેરિકાના અગ્રણી યુવા કાર્યકર્તા સંગઠનના સ્થાપક હતા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના હતા. બુધવારે યુટાહ યુનિવર્સિટીના કોલેજ કેમ્પસમાં ભાષણ આપતી વખતે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ ફક્ત 31 વર્ષના હતા. બુધવારના મોડી રાત્રે અધિકારીઓએ તપાસના ભાગ રૂપે બે લોકોની અટકાયત કરી હતી, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
"The Great, and even Legendary, Charlie Kirk, is dead. No one understood or had the Heart of the Youth in the United States of America better than Charlie. He was loved and admired by ALL, especially me, and now, he is no longer with us. Melania and my Sympathies go out to his… pic.twitter.com/aM8Pz3TKml
— The White House (@WhiteHouse) September 10, 2025
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/