(ફાઇલ ફોટો)
અમદાવાદઃ એન્સફોર્સમેન્ટ ઓફ ડિરેક્ટોરેટની ટીમે દિલ્હી જળ કૌભાંડ કેસમાં અનેક શહેરોમાં દરોડા કર્યાં છે. દિલ્હી જળ બોર્ડના સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટેન્ડરો ભ્રષ્ટાચાર અને કરોડો રૂપિયાની હેરાફેરીને લઇને આ કાર્યવાહી કરાઇ છે. મુંબઇ, હૈદરાબાદ, દિલ્હી, અમદાવાદમાં દરોડા દરમિયાન 40 લાખ રૂપિયાની રોકડ, ડિજિટલ સામગ્રી અને મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યાં છે.
Eurotech Environmental Private Limited કંપની સામે આ ઉંડી તપાસ થઇ રહી છે, કંપની સાથે જોડેયેલા અનેક સ્થળોએ આ દરોડા કરવામાં આવ્યાં છે, કંપનીના બેંકિંગ વ્યવહારો અને અધિકારીઓ સાથેના સંબંધોની પણ તપાસ કરાઇ રહી છે.
નોંધનિય છે કે દિલ્હી જળ બોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી એજન્સીઓ કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહી છે અને હવે આ ભ્રષ્ટાચારની તપાસ ઇડીએ શરુ કરી છે. ટેન્ડરમાં ગોટાળા અને કરોડો રૂપિયાની હેરાફેરી મામલે આ રેડ થઇ છે. આ કૌભાંડ અંદાજે 2000 કરોડ રૂપિયાથી વધુનું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/