ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post

10:50 AM Jul 08, 2025 | gujaratpost

અમદાવાદઃ શહેરમાં ચાર દિવસ પહેલા ચાંદખેડા વિસ્તારમાં એક યુવતીએ 14માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. 21 વર્ષીય યુવતીએ પ્રેમી સાથેની અંગત પળોનો વીડિયો વાયરલ થવાથી આ પગલું ભર્યું હતું. હાલ આ કેસની પોલીસ તપાસ કરી રહી છે. જે દરમિયાન ચોંકાવાનારો ખુલાસો થયો હતો.

યુવતીના પ્રેમી મોહિત મકવાણા અને તેના અન્ય મિત્રએ એક કાર ભાડે લીધી હતી અને તે કાર રૂપિયા માટે હાર્દિક પાસે ગીરવે મુકી હતી. આ વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે યુવતીનો વીડિયો મોહિતે મોબાઈલમાં લીધો હતો અને બાદમાં યુવતીને પણ બતાવ્યો હતો અને હાર્દિકને આપ્યો હતો. વીડિયો વાઇરલ થતા યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસની તપાસ ST/SC સેલને પણ સોંપાય તેવી શક્યતા છે. હજુ હાર્દિક પોલીસની પહોંચથી દૂર છે.
 
આ વીડિયો મોહિત પાસેથી હાર્દિક પાસે ગયો હતો બાદમાં યુવતીએ હાર્દિકને તેને ડિલિટ કરવા કહ્યું હતુ. પરંતુ ડિલિટ કર્યો ન હતો. યુવતીએ સોલા પોલીસમાં આ મામલે ફરિયાદ પણ કરી હતી. બાદમાં પોલીસના કહેવાથી મોહિતે વીડિયો ડિલિટ કર્યો હતો. જો કે હાર્દિકના ફોનમાં આ વીડિયો હોવાથી યુવતી ચિંતામાં હતી અને તેને આત્મહત્યા કરી લીધી હતી.