(ફાઇલ ફોટો)
અમેરિકી એજન્સી એફબીઆઇએ અગાઉ કરી હતી ફરિયાદ
અમદાવાદઃ અનેક રાજ્યોમાં સીબીઆઇની ટીમોએ સપાટો બોલાવી દીધો છે, અંદાજે 300 જેટલા અધિકારીઓની ટીમ અમદાવાદ, ગોવા, વિશાખપટ્ટનમ અને કોલકત્તામાં ત્રાકટી છે અને નકલી કોલ સેન્ટર સાથેે સંકળાયેલા આરોપીઓની શોધખોળ થઇ રહી છે.
કોલ સેન્ટરને લઇને છેલ્લા ઘણા સમયથી અનેક ફરિયાદો ઉઠી છે, કોલ સેન્ટરમાં લોન, ક્રેડિટ કાર્ડ, જીવન વીમા પોલીસી, ઇન્કમટેક્સ સહિતના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરી લેવામાં આવી છે, કરોડો રૂપિયાના હવાલા કૌભાંડમાં પણ ઉંડી તપાસ થઇ રહી છે. કૌભાંડીઓ દેશ અને વિદેશમાં કરોડો રૂપિયાની ઠગાઇ કરી રહ્યાં છે.
દેશના અને વિદેશના નાગરિકોને ઠગે છે આ કોલ સેન્ટર
અમદાવાદના અનેક મોટા માથાઓની સંડોવણી
શહેરના પૂર્વ વિસ્તારમાં ગઇકાલે રાતથી શરૂ થયું છે ઓપરેશન
અંદાજે 33 જગ્યાઓ પર સીબીઆઇના દરોડા
કોલ સેન્ટરના ગોરખધંધા પર આ સૌથી મોટી રેડ છે અને આ દરોડાને કારણે અનેક માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયાની માહિતી છે, સીબીઆઈની ટીમના આ મોટા ઓપરેશન પછી કરોડો રૂપિયાની ગેરકાયદેસર લેવડ દેવડ સામે આવશે, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દરોડાની કામગીરી થઇ રહી છે, જેમાં સાગર, પ્રિતેશ, વિકાસ, ઇરફાન, મીહિર નામના શખ્સો પર સકંજો કસાયો છે. નોંધનિય છે કે આ કોલ સેન્ટર અમેરિકા સહિતના દેશોમાં વિદેશી નાગરિકોને ઠગી રહ્યાં છે અને કરોડો રૂપિયાના કૌભાંડો થઇ રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526