અમદાવાદઃ ઉદ્યોગપતિ સાથે 1.60 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે, ક્રાઈમ બ્રાન્ચે વેપારીને હનીટ્રેપમાં ફસાવનારા બે આરોપીઓની ધરપકડ કરી છે. છૂટાછેડા લીધેલા ઉદ્યોગપતિની મુલાકાત ડેટિંગ એપ ટિન્ડર પર એક મહિલા સાથે થઈ હતી. મહિલાએ તે ઉદ્યોગપતિને દિલ્હી બોલાવ્યો હતો. જ્યારે તે મહિલાને મળવા હોટેલ પહોંચ્યો ત્યારે સામે બીજી એક મહિલા ઉભી હતી. એ જ મહિલાએ ઉદ્યોગપતિ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો.
હનીટ્રેપમાં ફસાવીને ઉદ્યોગપતિ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી
છટકું ગોઠવવા માટે સ્થળ પર હાજર મહિલાના સાથીઓએ વેપારીને પોલીસ ફરિયાદની ધમકી આપી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાંથી ધાકધમકીઓની પ્રક્રિયા શરૂ થઈ. આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે શરૂઆતમાં 1.50 લાખ રૂપિયા લઈને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. બાદમાં વધુ રૂપિયાની ઉઘરાણી કરાઇ હતી.
વેપારી પાછા ફર્યા પછી તેને પોલીસના નામે ફોન કોલ્સ દ્વારા ધમકીઓ મળવા લાગી. આ રીતે અત્યાર સુધીમાં તેની પાસેથી કુલ 1.60 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યાં છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ બિહારના કૌશલેન્દ્ર અને ઝારખંડના અરુણ તરીકે થઈ છે. બંનેએ છેતરપિંડીના પૈસાથી મોંઘી કાર ખરીદી હતી. કૌશલેન્દ્ર ટિન્ડર પર મહિલાઓની નકલી પ્રોફાઇલ બનાવીને લોકોને ફસાવતો હતો. અરુણ છેતરપિંડીના પૈસા સંભાળતો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++