તોડબાજીમાં અમદાવાદ પોલીસ અવ્વલ...! હવે ફાઇનલ મેચ જોવા આવેલા દિલ્હીના યુવક પાસેથી રૂ.20 હજારનો તોડ કર્યો- Gujarat Post

08:42 PM Nov 21, 2023 | gujaratpost

અમદાવાદઃ સોલા પોલીસના તોડકાંડ બાદ અમદાવાદ પોલીસનો વધુ એક તોડબાજીનો કિસ્સો સામે આવ્યો છે. થોડા સમય પહેલા રાત્રે એરપોર્ટથી આવતા એક દંપતિને ધમકાવીને તેમની પાસેથી તોડ કર્યો હતો. હવે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચ જોવા દિલ્હીથી આવેલા એક યુવક પાસેથી દારૂની એક બોટલ મળતાં પોલીસે રૂપિયા 20 હજારનો તોડ કર્યો હતો.

વાહન ચેકિંગ દરમિયાન નાના ચિલોડા પાસે યુવકની કારમાં દારૂની બોટલ હોવાથી જી ડિવિઝન ટ્રાફિક પોલીસના સ્ટાફે ગુનો નોંધવાનું કહીને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવાના બહાને બધે ફેરવ્યો હોત અને રસ્તામાં ધાક ધમકી આપી રૂપિયા 20 હજાર પડાવ્યાં હતા. પીડિત વ્યક્તિએ પેમેન્ટ આપ્યાનો સ્ક્રીનશોટ વાયરલ કરતા પોલીસે આ મુદ્દે તપાસના આદેશ આપ્યાં છે.

દિલ્હીનો કાનવ મનચંદા તેના મિત્રો સાથે કાર લઈને અમદાવાદમાં વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા આવ્યો હતો.નાના ચિલોડા પાસેથી પસાર થતી વખતે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે વાહનચેકિંગના બહાને કારને રોકી હતી અને પૂછપરછ કરી હતી. જેથી તેણે ભૂલથી એક દારૂની બોટલ રહી ગઈ હોવાનું કહ્યું હતું. જેથી તેણે કાયદા મુજબ કાર્યવાહી કરો અથવા બોટલ તોડી નાંખો તેમ કહ્યું હતું. પોલીસે કાર જમા લેવી પડશે તેમ કહીને મોબાઇલ ફોન લઇ લીધો હતો, બાદમાં પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે રસ્તામાં ફેરવીને 20 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યાં હતા.

Trending :

નોંધનિય છે કે અગાઉ પણ નાના ચિલોડાની આસપાસ બહારથી આવતા લોકોનો પોલીસ તોડ કરતી હોવાના અનેક કિસ્સા છે અને હવે અમદાવાદ પોલીસે વધુ એક તોડ કરતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post