+

દિવાળી પહેલા પરિવારમાં માતમ, અમદાવાદ-બગોદરા હાઈવે પર અજાણ્યા વાહનચાલકે કારને અડફેટે લેતા 2 લોકોનાં મોત

અમદાવાદ-બગોદરા હાઈવે પર ગંભીર અકસ્માત અજાણ્યા વાહને કારને અડફેટે લીધી  અકસ્માતમાં 2 યુવકોનાં ઘટના સ્થળે પર જ મોત  અમદાવાદઃ બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 લોકોનાં મોત થ
  • અમદાવાદ-બગોદરા હાઈવે પર ગંભીર અકસ્માત
  • અજાણ્યા વાહને કારને અડફેટે લીધી 
  • અકસ્માતમાં 2 યુવકોનાં ઘટના સ્થળે પર જ મોત 

અમદાવાદઃ બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા 2 લોકોનાં મોત થયા છે. 2 લોકો ઘાયલ થયા છે. રાત્રે ચાર મિત્રો કાર લઈને જમવા નીકળ્યાં હતા, ત્યારે કારને અજાણ્યા વાહને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા હતા. અન્ય બે યુવકો ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. યુવકોના મોતથી દિવાળીનો ઉત્સવ પરિવારમાં માતમ ફેરવાઇ ગયો છે.

બગોદરા હાઇવેની રોયકા ચોકડી પર રાત્રે આ અકસ્માત સર્જાયો હતો. મૂળ બાવળા ગ્રામ્ય વિસ્તારના રહેવાસી ચાર મિત્રો કાર લઈને રાત્રે જમવા નીકળ્યાં હતા. કારને અજાણ્યા વાહને અડફેટે લેતા 2 યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.અન્ય 2 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતની બગોદરા પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter