+

AMCનું રૂ. 17,018 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ: ટેક્સમાં કોઈ વધારો નહીં, જાણો શું છે ખાસ - Gujarat Post

અમદાવાદ: ગુજરાતનું આર્થિક પાટનગર અને મેગા સિટી અમદાવાદ હવે વૈશ્વિક ફલક પર પોતાની ઓળખ બનાવી રહ્યું છે. આજે, 4 ફેબ્રુઆરી 2026 ના રોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા વર્ષ 2026-27નું રૂ. 17,018 કરો

અમદાવાદ: ગુજરાતનું આર્થિક પાટનગર અને મેગા સિટી અમદાવાદ હવે વૈશ્વિક ફલક પર પોતાની ઓળખ બનાવી રહ્યું છે. આજે, 4 ફેબ્રુઆરી 2026 ના રોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા વર્ષ 2026-27નું રૂ. 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ બજેટનું કદ ભારતના કેટલાક નાના રાજ્યોના કુલ બજેટ કરતા પણ મોટું છે.

આગામી વર્ષે કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવાની હોવાથી, કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા આ બજેટમાં શહેરીજનો પર કોઈ નવો વેરો ઝીંકવામાં આવ્યો નથી. જોકે, બે વર્ષ પહેલાના બજેટની જોગવાઈ મુજબ દર વર્ષે થતો 2% ઓટોમેટિક ટેક્સ વધારો લાગુ રહેશે. ચૂંટણીલક્ષી આ બજેટમાં લોકપ્રિય જાહેરાતો અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

ભવિષ્યના મેગા પ્રોજેક્ટ્સ પર નજર

સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને ભવિષ્યમાં ઓલમ્પિકના આયોજનને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ્સ સુવિધાઓ માટે મોટી રકમ ફાળવવામાં આવી છે.

AI ટેકનોલોજી: ટ્રાફિક મેનેજમેન્ટ અને નાગરિક સેવાઓને ઝડપી બનાવવા માટે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે.

ટ્રાફિક અને રોડ: નવા ફ્લાયઓવર, અંડરપાસ અને આઈકોનિક રોડ દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારવા પર ભાર મુકાયો છે.

પર્યાવરણ: પ્રદૂષણ ઘટાડવા 'ગ્રીન કવર' વધારવા અને જળસંચય માટે પરકોલેટિંગ વેલ બનાવવાની જોગવાઈ છે.

એક તરફ નવા બજેટની જાહેરાતો થઈ છે, બીજી તરફ ગત વર્ષના કેટલાક મોટા પ્રોજેક્ટ્સ હજુ ગ્રાઉન્ડ પર ઉતરી શક્યા નથી.

facebook twitter