VIDEO: ચીનમાં કોરોના જેવા ખતરનાક વાઇરસે મચાવ્યો હાહાકાર, અનેક લોકોનાં મોત- હોસ્પિટલોમાં મોટી ભીડ

12:15 PM Jan 03, 2025 | gujaratpost

બેઇજિંગઃ ચીનમાં એક નવો વાયરસ જોવા મળ્યો છે. જેને લઇ લોકોમાં ફફફાટ ફેલાઇ ગયો છે. હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.સોશિયલ મીડિયા વાયરલ થયેલો વીડિયો લોકોને ડરાવી રહ્યો છે. વીડિયોમાં, હ્યુમન મેટાનુમોવાયરસ (એચએમપીવી)થી પીડાતા દર્દીઓ એક હૉસ્પિટલમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં ઘણા વાયરસને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. એચએમપીવીની સાથે, આમાં ઈન્ફલ્યુએન્ઝા એ, માયકોપ્લાસ્મા ન્યુમોનિયા અને કોવિડ-19ના દર્દીઓનો સમાવેશ થાય છે. વાયરસને કારણે લોકો મરી રહ્યા છે. અંતિમ સંસ્કાર સ્થળ પર પણ લોકોની ભીડ લાગી છે.

કોવિડ-19ના કારણે જીવન ઠપ્પ થયાના લગભગ પાંચ વર્ષ પછી, લોકો અન્ય રોગચાળાના ભયથી ગભરાઈ રહ્યાં છે. લોકો ઓનલાઇન આ વાયરસ વિશે વાત કરી રહ્યાં છે. જો કે, કોઈ વિશ્વસનીય અહેવાલોએ આ પોસ્ટ્સની પુષ્ટિ કરી નથી. ચીનના આરોગ્ય સત્તાવાળાઓ અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ નવા રોગચાળાના ઉદભવ વિશે કોઈ માહિતી આપી નથી. લોકોને કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

હૉસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે દર્દીઓથી ભરેલો છે. વીડિયોમાં ઘણા લોકો માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ઉધરસ ખાત જોવા મળી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. તેનું કેપ્શન સૂચવે છે કે તેનું શૂટિંગ ચીનમાં થયું છે. પોસ્ટમાં હૉસ્પિટલના કોરિડોરમાં ઘણા વૃદ્ધ લોકોને બતાવવામાં આવ્યાં છે. પોસ્ટમાં લખ્યું છે કે, ચીનની હૉસ્પિટલો 'ઈન્ફલ્યુએન્ઝા એ' અને 'હ્યુમન મેટાનુમોવાયરસ' થી સંક્રમિત દર્દીઓથી ઉભરાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19 નો પહેલો કેસ ચીનના વુહાનથી આવ્યો હતો, રોગચાળાની શરૂઆતથી, વુહાનને કોરોના વાયરસના સ્ત્રોત તરીકે જ ઓળખાય છે. કોરોના પછી ચીન વિશ્વમાં બીજી પણ એક મહામારી ફેલાવશે તેવા ભયથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++