પેરિસઃ નેપાળમાં હિંસાની આગ હજુ ઓલવાઈ નથી અને ફ્રાન્સની રાજધાની પેરિસ પણ સળગવા લાગી છે. બ્લોક એવરીથિંગ મૂવમેન્ટ પછી, મોટી સંખ્યામાં વિરોધીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પેરિસમાં દરેક જગ્યાએ આગચંપી જોવા મળી રહી છે. પોલીસે 200 પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે.
પેરિસમાં પણ વિરોધીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. વિરોધીઓએ પેરિસના રસ્તાઓ બંધ કરી દીધા અને ઘણી જગ્યાએ આગચંપી શરૂ થઈ ગઇ છે. હિંસાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા અને 200 થી વધુ લોકોની અટકાયત કરી છે.
વિરોધકર્તાઓએ પેરિસમાં બધું બંધ રાખવાની જાહેરાત કરી હતી. વિરોધ સૌપ્રથમ સોશિયલ મીડિયા પર શરૂ થયો હતો, ત્યારબાદ પેરિસમાં વિરોધીઓનો મેળાવડો થયો હતો. આવી સ્થિતિમાં, પેરિસમાં 80,000 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે તાત્કાલિક બેરિકેડ તોડનારા વિરોધીઓની ધરપકડ કરી હતી.
ફ્રેન્ચ શહેર રેન્સના પશ્ચિમ ભાગમાં પ્રદર્શનકારીઓએ એક બસને આગ ચાંપી દીધી હતી. આ કારણે આ વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ અને ટ્રેનની અવરજવર પણ બંધ થઈ ગઈ. વિરોધીઓ ફ્રાન્સમાં બળવાનું વાતાવરણ બનાવવા માંગે છે.
શું છે હિંસાનું કારણ?
પેરિસમાં 30 થી વધુ સ્થળોએ આગચંપી અને હિંસા જોવા મળી છે. હિંસા પહેલા, સોશિયલ મીડિયા પર બ્લોક એવરીથિંગ ચળવળ શરૂ કરવામાં આવી હતી. ફ્રાન્સના વડા પ્રધાન બાયરોએ સોમવાર રાતે પોતાની વિશ્વાસ મત હાર્યા બાદ રાજીનામું આપવું પડ્યું હતું. બાયરોએ દેશનું દેવું ઘટાડવા માટે લગભગ 3.7 લાખ કરોડના કપાતની યોજના રજૂ કરી હતી, પણ આ કડક પગલાં જનતાને પસંદ આવ્યા નહીં અને તેમની સરકાર પડી ગઈ. જેના માટે તેમની ભારે ટીકા થઈ હતી અને તેમને સત્તા ગુમાવવી પડી હતી. રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોંએ ખાલી 24 કલાક પહેલા દેશના નવા પ્રધાનમંત્રી સેબાસ્ટિયન લેકોર્નૂની નિયુક્તિ કરી છે. ઇમેન્યુઅલ મેક્રોનના નિર્ણયો સામે પેરિસમાં બળવો શરૂ થયો છે.
હિંસા પહેલા પણ થઈ છે
પેરિસમાં આવી હિંસા પહેલી વાર જોવા મળી નથી. 2022 માં પેન્શન ફેરફારોને લઈને યુવાનોનો ગુસ્સો સરકાર સામે ફાટી નીકળ્યો હતો. 2023 માં પણ, વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ગોળીબારમાં એક યુવકનું મોત થયું હતું. ત્યારબાદ પેરિસમાં ભયંકર હિંસા ફાટી નીકળી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++