+

હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વોરંટ ઇશ્યુ કર્યુ, જાણો કયો છે મામલો ?

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના સત્ર પછી હાર્દિક પટેલની મુશ્કેલી વધી શકે છે.  ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વોરંટ ઈશ્યુ કર્યું છે. કેસની મુદતમાં સતત ગેરહાજર રહેતા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના સત્ર પછી હાર્દિક પટેલની મુશ્કેલી વધી શકે છે.  ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વોરંટ ઈશ્યુ કર્યું છે. કેસની મુદતમાં સતત ગેરહાજર રહેતા હાર્દિક પટેલ સામે વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2018માં અમદાવાદના નિકોલમાં પ્રતિક ઉપવાસ મુદ્દે ગુનો નોંધાયો હતો. હાર્દિક પટેલ ઉપરાંત ગીતા પટેલ અને કિરણ પટેલ સામે પણ ગુનો નોંધાયો હતો.

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે 2018માં નિકોલ ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન કર્યું હતું. આ દરમિયાન તેમની સામે ગુનો નોંધાયો હતો. તેમના સહિત ગીતા પટેલ અને કિરણ પટેલ સામે પણ ગુનો નોંધાયો હતો. આ કેસ અંતર્ગત તેઓ કોર્ટની મુદતમાં વારંવાર ગેરહાજર રહેતા કોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને તેમની સામે વોરંટ ઈશ્યુ કર્યું હતું.

નિકોલ ખાતે તેમના ઉપવાસ પર બેસવા અંગે મંજૂરી નહોતી મળી. તેઓ ઉપવાસ પર બેસે તે પહેલાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની અટકાયત કરી લેવાઈ હતી. પાટીદારોને અનામત તેમજ ખેડૂતોની દેવા માફીની માગણી સાથે તેમણે ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. હવે તેઓ વિરમગામથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ કેસ હજી પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે કેસની સુનાવણીમાં તેઓ સતત ગેર હાજર રહેતા કોર્ટે તેમની સામે વોરંટ ઈશ્યુ કર્યું હતું. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter