MPમાં ભારતની જીત બાદ બબાલ, પેટ્રોલ બોમ્બ ફેંક્યા, દુકાનોમાં આગચંપી- Gujarat Post

09:55 AM Mar 10, 2025 | gujaratpost

  • મસ્જિદ વિસ્તારમાં ફટાકડા ફોડવા પર હંગામો થયો
  • હજુ પણ તણાવભરી સ્થિતિ, પોલીસ ઘટના સ્થળે

ઇન્દોરઃ મધ્યપ્રદેશના ઇન્દોર નજીક મહુમાં ચેમ્પિયન્સ ટ્રોફીની જીતની ઉજવણી કરી રહેલા લોકો પર અચાનક પથ્થરમારો થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. આ ઘટના બાદ બે જૂથો આમને સામને આવી જતા પરિસ્થિતિ વધુ વણસી હતી. એક ચોક્કસ સમૂદાયના લોકો ભારતીય ક્રિકેટ ટીમની જીતની ઉજવણી કરી રહેલા લોકો પર પથ્થરમારો કરી રહ્યાં હોવાનો વીડિયો વાયરલ થયો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે ગુસ્સે ભરાયેલા લોકોએ દુકાનો અને વાહનોને આગ ચાંપી દીધી હતી. તોફાનીઓએ પેટ્રોલ બોમ્બ ફેંકીને આગને વધુ ઉગ્ર બનાવી હતી. તણાવને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ટીયર ગેસના શેલ છોડવામાં પડ્યાં હત

ભારતની જીત બાદ રવિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે  વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો હતો. દરમિયાન, જામા મસ્જિદ વિસ્તારમાં ફટાકડા ફોડવાને લઈને ઝઘડો થયો હતો અને થોડી જ વારમાં બે જૂથો આમને સામને આવી ગયા હતા. માનક ચોક, પટ્ટી બજાર, માર્કેટ ચોક, કનોટ રોડ, ગફ્ફાર હોટેલ રોડ અને શાકભાજી માર્કેટ વિસ્તારમાં પણ પથ્થરમારો શરૂ થયો હતો. ઘરો, દુકાનો અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. વિવાદ બાદ, બદમાશોએ એક ડઝનથી વધુ વાહનોમાં આગ લગાવી દીધી હતી. 

એએસપી રૂપેશ દ્વિવેદીએ જણાવ્યું કે ઘટનાસ્થળે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. કેટલાક લોકો એકબીજા પર પથ્થરમારો કરી રહ્યાં હતા. ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યાં હતા કેટલા વાહનોમાં આગ લાગી છે તે તપાસ બાદ ખબર પડશે. આ ઘટના બાદ, વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++