નવી દિલ્હીઃ કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં છે. આધ્યાત્મિક ગુરુ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસે પાર્ટી વિરુદ્ધ નિવેદનો આપવા બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. હવે તેમને ટ્વિટ કરીને કોંગ્રેસ પાર્ટી પર વળતો પ્રહાર કર્યો છે.
આચાર્ય પ્રમોદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીને ટેગ કર્યાં અને લખ્યું, "રામ અને રાષ્ટ્ર પર સમાધાન થઈ શકે નહીં."
આચાર્ય કૃષ્ણમ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વતી લખનઉ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા,પરંતુ તેઓ હારી ગયા હતા. આચાર્ય કૃષ્ણમે હાલમાં જ રામલ્લાના અભિષેક સમારોહ માટે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કાર્યક્રમમાં ભાગ ન લેવા બદલ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અનુશાસનહીનતાની ફરિયાદો અને પાર્ટી વિરુદ્ધ વારંવારના નિવેદનોને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ અધ્યક્ષે પ્રમોદ કૃષ્ણમને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી તાત્કાલિક અસરથી છ વર્ષ માટે હાંકી કાઢવાનો નિર્ણય કર્યો છે.
તાજેતરમાં આચાર્ય કૃષ્ણમ પીએમ મોદીને મળ્યાં હતા અને તેમને 19 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના સંભલમાં શ્રી કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહમાં આમંત્રણ આપ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આચાર્ય કૃષ્ણમ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહમાં ભાગ ન લેવા સહિત કોંગ્રેસ નેતૃત્વના કેટલાક નિર્ણયોની ટીકા કરી રહ્યાં હતા.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો