અમદાવાદઃ ગુજરાત ATSએ અલ-કાયદાના ભારતીય મોડ્યૂલ સાથે સંકળાયેલી મહિલા આતંકવાદી શમા પરવીનને બેંગલુરુથી ઝડપી પાડી હતી. ATS એ 23 જુલાઈએ અલ-કાયદા સાથે સંકળાયેલા ચાર આતંકવાદીઓની દેશના વિવિધ ભાગોમાંથી ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન શમા પરવીનનું નામ સામે આવ્યું હતું. ATS એ બેંગલુરુથી શમા પરવીનને પકડી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. શમા પરવીનની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યાં છે.
ATS દ્વારા અલ-કાયદાના ભારતીય મોડ્યૂલને પકડવામાં આવ્યાં બાદ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી છે. કારણ કે આ મોડ્યૂલમાં એક મહિલા આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. 30 વર્ષીય આ મહિલાના અલ-કાયદા સાથેનું જોડાણ અને પાકિસ્તાન સાથેના સંપર્કને અત્યંત ગંભીર વિષય માનવામાં આવી રહ્યો છે.
અલ-કાયદાના ભારતીય મોડ્યૂલની ગંધ ATS અધિકારી હર્ષ ઉપાધ્યાયને આવી હતી. આ પછી એસપી કે. સિદ્ધાર્થની આગેવાનીમાં એક ટીમ બનાવવામાં આવી હતી. ATSની ચાર ટીમોને દિલ્હી, નોઈડા, મોડાસા અને અમદાવાદ મોકલવામાં આવી હતી, જ્યાંથી 21 અને 22 જુલાઈએ ચારેય આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જ્યારે ATS એ આ ચાર આતંકવાદીઓને પકડ્યા હતા, ત્યારે કહેવામાં આવ્યું હતું કે ગુજરાત ATS એ સમયસર એક મોટી આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આતંકવાદીઓ ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ગઝવા-એ-હિંદની વિચારધારાના નામે ભારતમાં હિંસા ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યાં હતા.
અલ-કાયદા મોડ્યૂલ સાથે સંકળાયેલા આતંકવાદીઓની ધરપકડ બાદ એવું માનવામાં આવતું હતું કે ગુજરાત ATS એ સમયસર એક મોટા આતંકવાદી પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, આવનારા દિવસોમાં મોટા ખુલાસા થઈ શકે છે. તમામ આરોપીઓની પૂછપરછ બાદ 25 અન્ય શંકાસ્પદ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સની તપાસ શરૂ કરવામાં આવી છે.
ATS દ્વારા પકડાયેલી શમા પરવીન 30 વર્ષની છે અને તે બેંગલુરુમાં રહેતી હતી. ATS અનુસાર, તે પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં હતી. તે સોશિયલ મીડિયા પર મહિલા આતંકવાદીઓ અંગે ભ્રામક પ્રચાર કરતી. પરવીન અલ-કાયદા ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટનો ભાગ હતી. શમા પરવીન ઓનલાઈન ટેરર મોડ્યુલ પર કામ કરી રહી હતી. પરવીનના ગેજેટ્સમાંથી પાકિસ્તાન સાથેના સંપર્કના પુરાવા મળ્યા છે. ATS ની તપાસમાં વધુ ખુલાસા થવાની અપેક્ષા છે. અત્યાર સુધી પકડાયેલા આતંકવાદીઓમાં શમા પરવીનને જ માસ્ટરમાઈન્ડ માનવામાં આવી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++