દાહોદઃ ફરીયાદીને 2024 માં ઢઢેલા ગામ તથા ઇંટા ગામ ખાતે આર.સી.સી રોડ અને સામૂહિક શૌચાલયની કામગીરીની વહીવટી મંજુરી મળી હતી. આર.સી.સી.રોડ તથા સામૂહિક શૈાચાલયની કામગીરી પૂર્ણ થઇ ગઇ હતી. આરોપી અભિનંદન સંજયકુમાર પરમાર ઉ.વ. 32, તલાટી કમ મંત્રીએ ઢઢેલા ઇટાવા ગ્રામ પંચાયતે સી.સી.ફોર્મ ભરવા, બીલો મંજૂર કરવા અને અન્ય કાર્યવાહી પૂર્ણ કરી આપવા ફરીયાદી પાસે રૂ. 30,000 ની લાંચની માંગણી કરી હતી.
જે રકમમાથી તુટક તુટક રોકડા રૂ.17,500 તથા રૂ.2000 આરોપીએ ફરીયાદી પાસેથી લીધેલા હતા અને બે વખત ફોન પેથી રૂ.2000 તથા રૂ.500 ઓનલાઇન ફરિયાદીએ ટ્રાન્સફર કર્યા હતા અને બીજા રૂ. 5000 ની માંગણી કરતા ફરીયાદીએ એસીબીમાં ફરિયાદ આપી હતી. ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરીને રૂ.5,000 ની લાંચ ઝાલોદ બસ સ્ટેશનની મેઇન ગેટની બહાર રોડ ઉપર ચાની લારી નજીકની સ્વીકારતા તલાટી ઝડપાઇ ગયા હતા.
ટ્રેપિંગ અધિકારી: એમ.એમ.તેજોત,પો.ઈન્સ. મહીસાગર એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી: બી.એમ.પટેલ
તમારી આસપાસ પણ આવા લાંચિયાઓ હોય તો તમે પણ ટોલ ફ્રી નં- 1064 પર ફરિયાદ કરી શકો છો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++