ACB ના હાથે પટાવાળો ઝડપાયો, 400 રૂપિયા માટે નોકરી ગુમાવી

06:10 PM Sep 10, 2025 | gujaratpost

પંચમહાલઃ ફરીયાદીના વડીલો પાર્જીત જમીન આવેલ છે (વડીલોપાર્જિત મિલકત ત્રણ પેઢી સુધી કોપાર્સનરી (સમભાગી) મિલકત ગણાય) તેમાં ફરિયાદીના પિતાનું નામ ખેડૂત ખાતેદાર તરીકે ચાલતું હોવાથી અને ફરિયાદીના પિતાનું તથા ફોઈનું અવસાન થતા તેમના પિતાને તથા તેમની ફોઈને નિઃસંતાન બતાવી તેમાં ફરિયાદીના કાકાના દીકરાઓના નામ દાખલ કરાવ્યા હતા.

ફરિયાદીનું નામ દાખલ કર્યા વગર નોંધ દાખલ કરી હતી. જેની જાણ ફરિયાદીને થતા જે નોંધથી હક કમી થયેલ તે નોંધ પડાવવા સારું જે સંલગ્ન કાગળો રજૂ થયેલ તેની નકલો મેળવવા સારું ફરિયાદીએ મામલતદાર કચેરીમાં અરજી આપી હતી. જે અરજી અન્વયે જરૂરી કાગળો કાઢી આપવા સારું આરોપી અશોકકુમાર હરિપ્રસાદ જોશી હોદ્દો - પટાવાળા (કરાર આધારિત )રેકર્ડ શાખા કાલોલ મામલતદાર કચેરી કાલોલ. જી.પંચમહાલે રૂ.400 ની માંગણી કરી હતી.

પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ટોલ ફ્રી -1064 ઉપર સંપર્ક કર્યો હતો. એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જે લાંચના છટકા દરમિયાન આરોપીએ કોઈ પણ પ્રકારની પહોંચ આપ્યા વગર રૂ. 400 કાલોલ મામલતદાર કચેરી રેકર્ડ શાખાની ઓફિસ લાંચના નાણાં સ્વીકારતા ઝડપાઇ ગયો છે. 

ટ્રેપીંગ અધિકારી : એચ.પી.કરેણ 
પોલીસ ઇન્સ્પેકટર, પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે. , ગોધરા  તથા ટીમ  

સુપરવિઝન અધિકારી : બી.એમ.પટેલ મદદનીશ નિયામક, એ.સી.બી., પંચમહાલ  એકમ, ગોધરા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++