ખેરાલુના નાયબ મામલતદારને એસીબીએ રૂ. 10 હજારની લાંચ લેતા દબોચ્યો
એસીબીએ ઝડપી લીધા છંતા ફોટોગ્રાફી વખતે સ્માઇલ આપી રહ્યાં છે આ મહાશય
મહેસાણાઃ ખેરાલુમાં નાયબ મામલતદાર રૂપિયા 10,000ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે. ખેરાલુ મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં સસ્તા અનાજના પરવાનેદાર વેપારીઓને જુદા-જુદા બહાના હેઠળ હેરાન કરીને માસિક રૂ.1,૦૦૦/- થી રૂ.5,૦૦૦-/ ની રકમ લાંચ પેટે લેવામાં આવે છે અને જો લાંચ પેટે હપ્તો ના આપે તો બિન-જરૂરી નોટીસો કાઢીને હેરાન કરતા હોવાની ચોક્કસ બાતમી હતી.
જેને આધારે ડિકોયરનો સાથ સહકાર મેળવીને ડિકોયરને સાથે રાખીને સત્યતા ચકાસતા ખેરાલુ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર, પુરવઠા (વર્ગ-3) તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતા ડીકોયરને હેરાન ન કરવા લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી હતા અને બે માસના હપ્તા પેટે રૂ.1૦,૦૦૦ લાંચ લીધી હતી, ત્યારે જ એસીબીએ તેમને ઝડપી પાડ્યાં હતા.
ટ્રેપિંગ અધિકારી: એસ.ડી.ચાવડા, પો.ઇન્સ.
મહેસાણા એ.સી.બી. પો.સ્ટે.
સુપર વિઝન અધિકારી: એ.કે.પરમાર,
મદદનિશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ.
મામલતદાર કચેરી, તા.ખેરાલુ, જિ.મહેસાણા ખાતે પુરવઠા શાખામાં નાયબ મામલતદાર (વર્ગ-૩) તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ મહેતા ડિકોય છટકા દરમિયાન રૂા.૧૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) February 24, 2025
Dial 1064@sanghaviharsh @PIYUSH_270871 @InfoGujarat#ACBGujarat #Gujarat #FightAgainstCorruption

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/