Gujarat Post Fact Check News: લોકસભા ચૂંટણીના ધમાસાણ વચ્ચે દિલ્હીના સરકારના મંત્રી આતિશીનો માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રી રામ કોલોનીમાં શાળાના ઉદ્ઘઘાટન દરમિયાન તેમણે પહેલા 'જય શ્રી રામ'ના નારા લગાવ્યાં હતા અને પછી જ્યારે વિરોધ થયો ત્યારે તેમણે તરત જ માફી માંગી હતી. અમારા ફેક્ટ ચેક દરમિયાન વીડિયો અંગે કરવામાં આવેલા બંને દાવા ખોટા હોવાનું જણાયું હતું. આતિશીએ તેમના સંબોધન દરમિયાન 'જય શ્રી રામ' ના નારા લગાવ્યાં ન હતા અને તેમના ભાષણનો એક ક્રોપ ભાગ વાયરલ થઈ રહ્યો છે.
9 માર્ચ, 2024 ના રોજ, શિક્ષણ પ્રધાન આતિશી સર્વોદય કન્યા ચિલ્ડ્રન સ્કૂલનું ઉદ્ઘઘાટન કરવા માટે દિલ્હીના ખજુરી ખાસ સ્થિત શ્રીરામ કોલોની પહોંચ્યાં હતા. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં શ્રીરામ કોલોનીનું નામ લેવાને બદલે ખજુરી ખાસ અને આસપાસના વિસ્તારોનું નામ લીધું હતું. આ બાબતે સ્થાનિક લોકોએ તેમની સામે નારાજગી વ્યક્ત કરી હતી.
Gujarat Post Fact Check News: વાયરલ વીડિયોની હકીકત તપાસવા માટે સૌ પ્રથમ અમે તેમની સ્પીચ ધ્યાનથી સાંભળી, વીડિયોમાં આતિષીના ભાષણ દરમિયાન કેટલાક લોકો પોતાની સીટ પરથી ઉભા થઈને પોતાની નારાજગી વ્યક્ત કરતા જોવા મળે છે. વીડિયોમાં કેટલાક લોકો કહી રહ્યાં છે, 'શ્રી રામ કોલોની કહો, આ શ્રી રામ કોલોનીની શાળા છે. કોઈ જાણતું નથી. આ પછી આતિષી સ્ટેજ પરથી બોલતા જોવા મળે છે, 'હું શ્રીરામ કોલોનીના રહેવાસીઓની માફી માંગુ છું, શ્રીરામ કોલોનીની શાળા, જ્યાં શ્રીરામ કોલોનીના બાળકો પણ ભણશે, ખજુરી ખાસના બાળકો પણ ભણશે અને સોનિયા વિહાર પણ ભણશે. આપ નેતાનો વાયરલ થઈ રહેલો દાવો ખોટો છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો