+

ભગવાનના દરબારમાં મળ્યું મોત, વલસાડમાં શિવલિંગને જળ ચઢાવતા વ્યક્તિને આવ્યો હાર્ટ એટેક

વલસાડઃ મંદિરમાં પૂજા કરી રહેલા એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. એક વ્યક્તિ પૂજા કરતી વખતે અચાનક જમીન પર ઢળી પડ્યાં હતા અને હોસ્પિટલ પહોંચે તે પહેલા તેમનું મોત થઇ ગયું હતુ, આ સમગ્ર ઘટના મંદિરમાં

વલસાડઃ મંદિરમાં પૂજા કરી રહેલા એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. એક વ્યક્તિ પૂજા કરતી વખતે અચાનક જમીન પર ઢળી પડ્યાં હતા અને હોસ્પિટલ પહોંચે તે પહેલા તેમનું મોત થઇ ગયું હતુ, આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે.

આ ઘટના પારનેરા ડુંગર સ્થિત મહાદેવ મંદિરમાં બની હતી. હાર્ટ એટેકથી મૃત્યું પામેલા વ્યક્તિની ઓળખ 62 વર્ષીય કિશોરભાઈ પટેલ તરીકે થઈ છે. કિશોરભાઈ વલસાડના પારનેરા ટેકરી પર આવેલા મહાદેવજીના મંદિરે રોજ આરતી માટે જતા હતા. દરરોજની જેમ મંગળવારે પણ સવારે મહાદેવની આરતી કર્યા બાદ કિશોરભાઇ સવારે 6.48 કલાકે શિવલિંગ પર અભિષેક કરી રહ્યાં હતા. દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને ભગવાનના દરબારમાં જ અંતિમશ્વાસ લીધા હતા.  

ત્રણ-ચાર લોકો પૂજા કરી રહ્યાં છે. તે સમયે કિશોર ભાઈને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તે જમીન પર ઢળી પડ્યાં હતા. આ દરમિયાન ત્યાં હાજર અન્ય લોકો તેમને CPR આપી રહ્યાં હતા પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટનાથી મંદિરમાં હાજર અન્ય લોકો પણ ગભરાઈ ગયા હતા અને મંદિર પરિષરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. કિશોર ભાઈના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. હાલ સમગ્ર પરિવાર માતમ છવાયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter