જામનગરઃ કાલાવડમાં એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. માંડવી ચોક ખાતે આવેલી એક જ્વેલરીની દુકાનમાંથી એક મહિલાએ સોનાના ઘરેણાં ચોરી લીધા હતા. આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.
મહિલા ગ્રાહક તરીકે દુકાનમાં આવી હતી અને તેણે પોતાનો ચહેરો સ્કાર્ફથી ઢાંક્યો હતો. દુકાનદાર સાથેની વાતચીત દરમિયાન તે તેને ઘરેણાં વિશે પૂછતી રહી. દરમિયાન દુકાનદારને ફોન આવ્યો અને તે ફોન પર વાત કરતા હતા. આ તકનો લાભ લઈને મહિલાએ શાંતિથી એક દાગીનાનું બોક્સ ઉપાડ્યું અને તેને તેની બેગમાં નાખી દીધું હતુ.
ગ્રાહક તરીકે દુકાનમાં આવેલી મહિલાએ પહેલા દુકાનદાર સાથે સામાન્ય રીતે વાત કરી, પછી હસતાં હસતાં થોડા પ્રશ્નો પૂછ્યાં અને ત્યારબાદ ખૂબ જ ચાલાકીપૂર્વક પોતાની બેગ ઉપાડીને દુકાનની બહાર નીકળી ગઈ હતી.
મહિલાએ વેપારીનું ધ્યાન ભટકાવીને લગભગ 6 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી લીધા હતા. આ ઘટના બાદ દુકાનદારે પોલીસમાં ફરિયાદ કરી હતી. પીડિત દુકાનદારની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. સીસીટીવીને આધારે પોલીસ મહિલાની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગ્રાહક તરીકે સોનાના દાગીનાની દુકાનમાં આવેલી મહિલાએ પહેલા દુકાનદાર સાથે સામાન્ય રીતે વાત કરી, પછી હસતાં હસતાં થોડા પ્રશ્નો પૂછ્યા અને ત્યારબાદ ખૂબ જ ચાલાકીપૂર્વક પોતાની બેગ ઉપાડીને દુકાનની બહાર નીકળી ગઈ હતી.
એવો આરોપ છે કે મહિલાએ વેપારીનું ધ્યાન ભટકાવીને લગભગ 6 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી લીધા હતા. આ ઘટના બાદ દુકાનદારે પોલીસમાં ફરિયાદ કરી હતી. પીડિત દુકાનદારની ફરિયાદ પર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. સીસીટીવીના આધારે પોલીસ મહિલાની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++