ડાંગમાં સાપુતારા નજીક માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો ભયંકર અકસ્માત, 6 લોકોનાં મોત

10:16 AM Dec 09, 2025 | gujaratpost

ડાંગઃ જિલ્લાના સાપુતારા નજીક માર્ગ અકસ્માત નડ્યો છે. જેમાં 6 લોકોના મોત થયા છે. સપ્તશૃંગી માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની કાર ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 6 લોકોનું ઘટનાસ્થળે જ સ્થળ પર મોત થયા છે. કાર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.

મૃતક લોકો કચ્છના પાટીદાર સમાજના હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્ર પોલીસ, સ્થાનિક બચાવ દળ અને મંદિર પ્રશાસન ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમોએ મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મૃતકોમાં કીર્તિ પટેલ (ઉ.વ-50) કાર ચાલક, રસીલાબેન પટેલ (ઉ.વ-50), વિઠ્ઠલભાઈ પટેલ (ઉ.વ-65), લતાબેન પટેલ (ઉ.વ-60), પચનભાઈ પટેલ (ઉ.વ-60), મણીબેન પટેલ (ઉ.વ-70 નો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ દુર્ઘટના અત્યંત પીડાદાયક છે. પ્રભુ આત્માઓને શાંતિ આપે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++