અમદાવાદઃ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અંદાજે રૂપિયા 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. બેંગકોકથી આવેલા મુશ્તાક અહેમદ ઉમર ભટ્ટી નામના મુસાફરની તપાસ દરમિયાન રૂપિયા 7 કરોડની કિંમતનું 4.6 કિલો હાઈડ્રોપોનિક વીડ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.
અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકની ફ્લાઈટમાં એક પેસેન્જર ડ્રગ્સ લઈને આવતો હોવાની માહિતીને આધારે કસ્ટમના અધિકારીઓ પેસેન્જરની તપાસ કરી હતી, આ હાઇડ્રોફોનિક વીડ અમદાવાદમાં કોને આપવાનું હતું ? અને પેસેન્જરને કેટલું કમિશન મળ્યું હતુ ? તે તમામ બાબતોની કસ્ટમ વિભાગના અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે.
નોંધનિય છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહેલા પણ આવી રીતે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતુ.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++